• ભરૂચ જિલ્લામાં 174 અસરગ્રસ્ત ગામોના 2006 ખેડૂતોને 33 % કે તેથી વધુ નુકશાન
  • બાગાયત, ખેતી પાકોને નુકસાન અંગે 13 ટીમોનો અસરગ્રસ્ત વિસ્તારનો સર્વે પૂર્ણ
  • ઉનાળુ ખેતી અને બાગાયતી પાકોમાં અંદાજે 7335 હેકટરમાં ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો
  • જુન 2020 થી મે 2021 દરમિયાન સર્વે હેઠળ પૈકીનો મહત્તમ વિસ્તાર કૃષિ રાહત પેકેજ અંતર્ગત SDRF ના નોર્મ્સ અનુસાર ચાલુ ખેતી સીઝન દરમ્યાન લાભ મેળવી ચૂકયો છે

Watchgujarat.  તૌકતે વાવાઝોડાના કારણે ભરૂચ જિલ્લામાં ખેતી કે બાગાયતી પાકોને થયેલા નુકશાન સંદર્ભે બનાવેલી 13 ટીમોની તપાસમાં કેરી, કેળ, પરવર અને શેરડીને 33 % થી ઓછું નુકશાન થયું હોવાથી સહાય મળવાપાત્ર નહિ હોવાનો રિપોર્ટ કરાયો છે. જેને પગલે ખેડુતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે જણાવાયું છે કે, વાવાઝોડા અને વરસાદના કારણે ખેતીને થયેલી નુક્શાનીનો 13 ટીમો દ્વારા સર્વે પૂર્ણ કરાયો છે. ઉનાળુ ખેતી પાકો અને બાગાયતી પાકોમાં અંદાજે 7325 હેકટરમાં ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો છે. આ પાકોમાં કોઇ નોંધપાત્ર નુકસાન જોવા મળ્યું નથી.

જિલ્લા કલેકટર તથા DDO એ પણ ટીમને પ્રોત્સાહિત કરવા ક્ષેત્રિય મુલાકાત કરી નુકસાનીનો તાગ મેળવ્યો હતો. વિભાગ કક્ષાએથી પણ સંયુકત ખેતી નિયામક અને સંયુકત બાગાયત નિયામક ધ્વારા ક્ષેત્રિય મુલાકાત કરવામાં આવી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારીએ 33 ટકા લેખે નુકસાનગ્રસ્ત ખેતી પાકોની માહિતી આપતા જણાવ્યું કે, 2330 હેકટર ડાંગર , 268 હેકટર મગ , 268 હેકટર તલ , 43 હેકટર બાજરીના પાકોમાં નુકશાન થયું છે.

જિલ્લામાં 174 અસરગ્રસ્ત ગામોના 2006 ખેડૂતોનો સમાવેશ થાય છે. શેરડી પાકમાં પ્રાથમિક નુકસાન બતાવેલ હતું પરંતુ કોઇ પણ પ્રકારનું નુકસાન જોવા મળેલ નથી. ખેતી વર્ષ ખરીફ સીઝન જુન થી મે ગણતરી લેવામાં આવે છે. જે મુજબ જુન 2020 થી મે 2021 દરમિયાન સર્વે હેઠળ પૈકીનો મહત્તમ વિસ્તાર કૃષિ રાહત પેકેજ અંતર્ગત SDRF ના નોર્મ્સ અનુસાર ચાલુ ખેતી સીઝન દરમ્યાન લાભ મેળવી ચૂકયા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

વધુમાં રેન્ડમ સ્થળ ચકાસણી કરતા કેળામાં સર્વે હેઠળના વિસ્તારમાં હેકટરે મહત્તમ 25 ટકા, આંબામાં ઉત્પાદનલક્ષી મહત્તમ 20 ટકા તેમજ પરવળના વેલામાં મહત્તમ 22 ટકાની આસપાસ નુકશાન જોવા મળ્યું છે. જે વિસ્તારના 33 ટકા થી ઓછું હોય SDRF ના નોર્મ્સ અનુસાર સહાય મળવાપાત્ર નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud