• લીમડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદના મામલે મુંબઇથી બેની કરી ધરપકડ
  • ઝાલોદ તાલુકાના લીમડીની મહિલા સાથે સાત મહિના અગાઉ છેતરપીંડી થઇ હતી

WatchGujarat. લગભગ સાતેક માસ પહેલા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક મહિલાને તેના ફેસબુક એકાઉન્ટ ઉપર બે વ્યક્તિઓએ મિત્રતા કરી ગીફ્ટ આપવાની લાલચ આપી હતી. કહેવાતા મિત્રો દ્વારા રૂ. 5.42 લાખ પડાવી લઈ ઓનલાઈન ઠગાઈ કરી હોવાની ફરિયાદના અનુસંધાને પોલીસે એક નાઇઝરીયન યુવાન અને એક મહિલા મળીને બે વ્યક્તિઓની મુંબઇ ખાતેથી ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 31, ઓગષ્ટના રોજ ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેતી શર્મિલાબેન કેતનકુમાર દવે  દ્વારા નોંધાવેલી ફરિયાદના મુજબ, બે અજાણી વ્યક્તિઓ દ્વારા શર્મિલાબેનના ફેસબુક એકાઉન્ટ ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. તેઓને પોતાની મન ઘડંત અને લોભામણી વાતોમાં ફસાવી ગીફ્ટ આપવાની લાલચ આપી હતી.  શર્મિલાબેન પણ આ ગીફ્ટની લાલચમાં આવી ગયાં હતાં.  તેઓ જુદા જુદા સમયગાળા દરમ્યાન શર્મિલાબેનને અજાણી ફેસબુક ફ્રેન્ડ દ્વારા અલગ અલગ ખાતામાં અલગ અલગ સમયે કુલ રૂ.5.42 લાખ ની માતબર રકમ પડાવી લીધી હતી. ત્યાર બાદ કોઈ ગીફ્ટ ન મોકલતાં અને શર્મિલાબેન પોતે છેતરાયા હોવાનું અનુભવ થતાં પરિવાર સાથે તેઓ લીમડી પોલીસ મથકે જઈ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને ભુતકાળમાં પણ દાહોદ જિલ્લામાં આવા અનેક બનાવો બન્યા હોવાના રેકોર્ડની તલસ્પર્શી તપાસનો ધમધમાટ દાહોદ જિલ્લા પોલીસ ટીમે આરંભ કર્યો હતો. તપાસમાં પોલીસે ટેકનીકલ એનાલીસીસની મદદ સહિત અન્ય તપાસ પણ હાથ ધરી હતી. ત્યાર બાદ બાતમીના આધારે આ કેસમાં સંડોવાયેલ મુંબઈની મહિલા હેયો મીયંગ અને નાઈઝીરીયાનો પ્રિન્સ ઈફેની મન્ડુકસાઈ નામના આ બંન્ને વ્યક્તિઓને દાહોદ એલ.સી.બી.પોલીસે મુંબઈ ખાતેથી ધરપકડ કરી દાહોદ લઈ આવ્યાં હતાં.

દાહોદ લાવતાની સાથે જ આ બંન્ને વ્યક્તિઓના કોરોના રિપોર્ટ સહિત મેડીકલ ચેકઅપ પણ હાથ ધરવામાં આવ્યાં હતા. બંન્નેના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યાં છે ત્યારે આ બંન્ને વ્યક્તિઓને હાલ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યાં છે અને ત્યાં સઘન પુછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud