• શહેર – બાપોદ, કપુરાઇ, કિશનવાડી, સવાદ, રામદેવનગર, સુદામાપુરી, આર.ટી. રોડ, વારસીયા, કારેલીબાગ, સમા, શિયાબાગ, પોલો ગ્રાઉન્ડ, એકતાનગર, છાણી, માંજલપુર, ગોત્રી, દિવાળીપુરા, ગોરવા, સુભાનપુરા
  • ગ્રામ્ય – દુમાડ, કોયલી, સમિયાલા, આસોજ, કરજણ અર્બન, ભાયલી, કોટાલી, ડભોઇ અર્બન, પાદરા અર્બન

WatchGujarat. કોરોનાના સાચા – ખોટા આંકડા વચ્ચે સંતાકુકડી વચ્ચે વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 304 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. રવિવારે કોરોનાએ શહેરમાં ત્રેવડી સદી ફટકારી છે. કોરોનાનો કહેર જેમ જેમ વધે છે તેમ તેમ સામાન્ય નાગરીકો પર કડકાઇભર્યા નિયમો લાદી દેવામાં આવે છે. શહેરમાં કોરોનાની સ્થિતી એ હદે વકરી છે કે, ખુદ મેયર કોરોના પોઝીટીવ આવ્યા બાદ એક રૂમમાં બે દર્દીઓને સારવાર મળે તેવી સુવિધા ટ્વાઇન શેરીંગમાં સારવાર લઇ રહ્યા હતા.

સરકારી તંત્ર દ્વારા કોવિડ મેનેજમેન્ટ એ હદે કરવામાં આવી રહ્યું છે, જેમાં કાગળ પર દર્શાવાયેલી વિગતો અને જમીની હકીકત વચ્ચે ખુબ મોટું અંતર  છે. સરકારી ચોપડે કોરોનાને કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા ઘણી ઓછી છે, જ્યારે કોરોનાના પ્રોટોકોલ પ્રમાણે કરવામાં આવતી મૃતદેહોની અંતિમ વિધીની સંખ્યા ઘણી વધારે છે. કોવિડ મેનેજમેન્ટની પોલ સમજવા માટે આ ઉદાહરણ પુરતું છે.

આજરોજ OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્રના આજના કોરોના બુલેટીનમાં 304પોઝિટીવ કેસ જાહેર કરવામાં આવ્યાં છે.

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 5,124 સેમ્પલમાંથી 304 કોરોના પોઝિટીવ અને4,820 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 27.321 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 00 મૃત્યુના વધારા સાથે કુલ સત્તાવાર મૃત્યુ આંક 247 કરવામાં આવ્યો છે.

સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,223 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 972 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 156 ઓક્સિજન પર અને 95 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 251 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.

છેલ્લાં 24 કલાકમાં 7 સરકારી હોસ્પિટલ ખાતેથી, 7 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 106 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 120 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 25,851 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 6,177 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 6,177 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud