• કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નાઇટ કરફ્યુનો સમય વધારી રાતે 9થી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે.
  • ગુજરાત પોલીસના DGP આશિષ ભાટીયા આજે વડોદરાના મહેમાન બન્યાં હતા.
  • આશિષ ભાટીયાએ હરણી પોલીસ સ્ટેશનમાં ચાઇલ્ડ ફ્રેન્ડલી કોર્નરનો શુભારંભ કરાવ્યો હતો.
  • આગામી દિવસમાં ધુળેટીના તહેવારમાં 4થી વધુ લોકો ભેગા ન થાય તેનુ પોલીસ ખાસ ધ્યાન રાખશે – ડીજીપી આશિષ ભાટીયા

WatchGujarat. રાજ્ય ભરમાં એકા એક કોરોના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યાં છે. કોરોના કેસોની સંખ્યા વધતા તંત્ર દોડતુ થયું છે. ત્યારે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા આજે વડોદરાની ટુંકી મુલાકાત લીધી હતી. જ્યાં પોલીસ વિભાગના વિવિધ કાર્યક્રમો અને ઉદ્ધાટનમાં હાજરી આપી હતી. આ દરમિયાન DGPએ પત્રકાર પરિષદ સબંધો હાલની પરિસ્થિતિ અને તેને પહોંચી વળવા માટે પોલીસની રણનિતી અંગે જણાવ્યું હતુ. જેમાં ધુળેટીના તહેવારમાં પબ્લીક ગેધરીંગ પોલીસ નહીં થવા દે તેવુ સ્પષ્ટ DGP આશિષ ભાટીયાએ જણાવ્યું છે. જેથી આગામી દિવસોમાં આવનાર ધુળેટીના તહેવાર પર પાબંધી લાગી શકે તેવી શક્યતાઓ છે.

વડોદરાની મુલાકાતે આવેલા રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ પોલીસ વેલફર ફંડ અંતર્ગત યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કર્યું હતુ. ત્યારબાદ તેમણે હરણી પોલીસ સ્ટેશન ખાતે તૈયાર કરવામાં આવેલા ચાઇલ ફ્રેન્ડલી કોર્નરનો શુભારંભ કરાવ્યો હતો. જ્યાં પોલીસ કર્મીઓ તથા ફરીયાદી અથવા ભોગ બન્નારના બાળકો ઘર જેવો માહોલ અનુભવી શકે. તેમજ 82 જેટલા ફરીયાદીઓ, જેમણે ચોરી, લૂંટ, ઘાડ, ઘરફોડ જેવા ગુનાઓમાં ગુમાવેલી હોય, તેવા સોના-ચાંદીના દાગીના, બાઇક ,કાર સહિતની મિલ્કોત કોર્ટ પ્રક્રિયા પૂર્ણ કરી 82 જેટલા ફરીયાદઓને રૂ. 10.55 લાખની કિંમત વસ્તુઓ પરત આપવામાં આવી હતી.

ડીજીપી આશીષ ભાટીયા દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે GUJCTOC, ગુંડા એક્ટ, લેન્ડ ગ્રેબીંગ તથા મીસીંગ ચાઇલ સ્કોડ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. પત્રકાર પરિષદને સંબોધતા તેમણે એમ પણ જણાવ્યું હતુ કે, વર્ષ 2020માં કોરોનાની વણસી ઉઠેલી પરિસ્થિતિને અનુલક્ષી લોકોના સ્વાસ્થની ચિંતા સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહેં તેને ધ્યાનમાં રાખી પોલીસે કામગીરી કરી હતી. જોકે થોડા સમય બાદ પોલીસને રિલેક્સ થવાનો પણ સમય મળ્યો હતો. પરંતુ ફરી એક વખત કોરોના કેસોની સંખ્યા વધી રહીં છે. ત્યારે રાત્રી કરફ્યુનુ ચુસ્ત અમલ થાય તેનુ પોલીસ દ્વારા ખાસ રાખવામાં આવી રહ્યું છે.

તેમણે ઉમેર્યું કે, પરિસ્થિતિને જોતા રાત્રી કરફ્યુના સમયમાં ફેરફાર થઇ શકે છે. તેમજ આગામી દિવસોમાં આવનાર ધુળેટીના તહેવારમાં પબ્લીક ગેધરીંગ (જાહેર મેળાવળો) ન થાય તેનુ પોલીસ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવશે, ચારથી વધુ લોકો ભેગા ન થાય તેની પણ પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવશે. જેથી સ્પષ્ટ થાય છે કે, ઘુળેટીના તહેવાર પર પણ પાબંધી આવે તો નવાઇ નહીં. હાલની પરિસ્થિતિને જોતા શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાનાર હોલી રસિયાના કાર્યક્રમો પણ આયોજકો દ્વારા રદ્દ કરી દેવામાં આવ્યો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud