• અંગદાનથી ભવિષ્યમાં બીજી કોઈ વ્યક્તિનો જીવ બચી શકે છે તેવી સમજ આપવા માટે મૃતકના પરિવારજનોનું કાઉન્સિલીંગ કરાયું
  • ડોનેશન અંગેની જાણ અમદાવાદ ખાતેની ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડીસિઝ અને CIMS હોસ્પિટલના તબીબોને કરતા તેઓ તુરંત ધીરજ હોસ્પિટલ ખાતે આવ્યા
  • તૃપ્તિબેનના પરિવારજનના નિર્ણયને પગલે ત્રણ લોકોને જીવનદાન મળ્યું

WatchGujarat. વાઘોડિયા નજીક પીપળીયા ખાતે આવેલી ધીરજ હોસ્પિટલમાં તારીખ 4 ફેબ્રુઆરીના રોજ 34 વર્ષના તૃપ્તિબેન ભાવેશકુમાર અપરનાથને રોડ એક્સિડન્ટમાં માથાના ભાગે થયેલી ગંભીર ઇજાઓની સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ધીરજ હોસ્પિટલના ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટ અને icu ની ટીમ જેમાં ડોક્ટર ભગવતી, ડોક્ટર સંજય પ્રકાશ, ડોક્ટર વિવેક વાસવાણી, ડોક્ટર સંદીપ અને ડોક્ટર અમિત ચૌધરીની ટીમ દ્વારા ગંભીર ઇજાગ્રસ્ત મહિલાની સારવાર શરૂ કરવામાં આવી હતી.

દરમિયાન 6 ફેબ્રુઆરીના રોજ તબીબી ટીમ દ્વારા તૃપ્તિબેનને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જે અંગેની જાણ તેમના સંબંધીઓને કરવામાં આવી હતી. તૃપ્તિબેનના બ્રેઇન ડેડ બાદ અકસ્માતની આવી કોઈક ઘટનામાં તૃપ્તિબેન દ્વારા થયેલ અંગદાનની મદદથી ભવિષ્યમાં બીજી કોઈ વ્યક્તિનો જીવ બચી શકે છે તેવી સમજાવટ આપવા માટે ધીરજ હોસ્પિટલના તબીબો દ્વારા તૃપ્તિબેનના પરિવારજનોનું કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું.

સમજાવટ બાદ તૃપ્તિબેનના પરિવારજનો ઓર્ગન ડોનેશન કરવા તૈયાર થયા હતા. ત્યાર બાદ હોસ્પિટલ દ્વારા આ અંગેની જાણ અમદાવાદ ખાતેની ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડીસિઝ અને CIMS હોસ્પિટલના તબીબોને કરતા તેઓ તુરંત ધીરજ હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને અહીંના ડોક્ટરની સાથે સંકલન સાધી આયોજન કરી ઓર્ગન ડોનેટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

ધીરજ હોસ્પિટલની ટીમ સાથે હોસ્પિટલના મેનેજમેન્ટ ટીમ જેમાં ડોક્ટર લવલેશ કુમાર (મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ), વરુણ મિશ્રા (જનરલ મેનેજર), ડોક્ટર બી.આર. સોલંકી (આર.એમ.ઓ.), પૂનમ ગડિયા (ડે. નર્સિંગ સુપ્રીટેડેન્ટ), ખુશ્બુ, કૈલાશ માલીએ ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી બજાવેલ અને ઉમદા કામ પૂર્ણ કર્યું હતું. સમગ્ર કામગીરીમાં ધીરજ હોસ્પિટલની ટીમ ઉપરાંત સ્ટેટ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઓથોરિટીના કન્વીનર ડો.પ્રાંજલ મોદી, નેશનલ ટ્રાન્સપ્લાન્ટ ઓથોરિટીના ડોક્ટર પ્રિયા અને કાઉન્સેલર ડો.દિપાલીએ તરીકે ખૂબ જ સારા પ્રયત્નો કર્યા હતા. જેના આધારે કીડની અને લિવરનું દાનની પ્રક્રિયા પૂર્ણ થઈ શકી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud