કોરોનાની સ્થિતીના કારણે કોર્ટની કામગીરી ઓનલાઇન કરી દેવામાં આવી હતી
ચાર નગરનો પ્રમુખ સહિતના અગ્રણીની રજુઆત બાદ કોર્ટની ફીઝીકલ કામગીરી શરૂ કરવામાં આવી
કોર્ટ શરૂ કરતા પહેલા કોવિડ ગાઇડલાઇન સંબંધિત જરૂરી વ્યવસ્થાઓ તૈયાર કરાઇ
નોટીસ, સમન્સ અને વોરંટની બજવણી યુદ્ધના ધોરણે કરવી જોઇએ. ન્યાયતંત્રને ગતિશીલ કરવાના પ્રયાસો કરવા જોઇએ - હસમુખ પટેલ, બાર એસોશિયેશન પ્રેસીડેન્ટ
WatchGujarat. રાજ્યમાં કોરોનાની સ્થિતીના કારણે કોર્ટની કામગીરી ફીઝીકલ સ્થગિત કરી દેવામાં આવી હતી. જેને લઇને આશરે એકાદ વર્ષ જેટલો સમય વિત્યા બાદ 1 માર્ચ સોમવારે ચાર મહાનગરોમાં કોર્ટનું ફીઝીકલ કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેને લઇને વકીલોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. રાજકોટમાં વકીલો પુજન- અર્ચન કરીને કોર્ટની કાર્યવાહીમાં જોડાયા હતા.
https://youtu.be/fJx-8qIKS0Q
કોરોનાને કારણે વહીવટી તંત્રની કામગીરીને ઓનલાઇન કરવાની ફરજ પડી હતી. જેને લઇને કોર્ટની કામગીરી પણ ઓનલાઇન કરવામાં આવી હતી. જો કે, કોરોનાના કેસો ઘટતાની સાથે કોર્ટ પુન શરૂ કરવાની માંગ વકીલો દ્વારા કરવામાં આવી હતી. અને છેલ્લા કેટલાક સમયમાં તો વકીલો દ્વારા કોર્ટ શરૂ કરવાની માંગણી વધુ તેજ કરી દેવામાં આવી હતી. આશરે 350 દિવસ બાદ સરેરાશ એક વર્ષના અંતરાય બાદ 1 માર્ચ, સોમવારથી ચાર મહાનગરોમાં આવેલી ડિસ્ટ્રીક્ટ કોર્ટને પુન શરૂ કરવામાં આવી હતી. કોર્ટ શરૂ કરતા પહેલા કોવિડ ગાઇડલાઇન સંબંધિત જરૂરી પુર્વ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. એક વર્ષના અંતરાય બાદ કોર્ટ શરૂ થતા વકીલોમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી.
વડોદરા ખાતે શરૂ કરવામાં આવેલી ડિસ્ટ્રીક્ટ કોર્ટ પ્રવેશતાની સાથે વ્યક્તિનું તાપમાન માપવામાં આવે છે. અને તેને સેનેટાઇઝર આપવામાં આવે છે. તથા અંદર પણ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વડોદરા બાર એસોશિયેશનના પ્રમુખ હસમુખ પટેલે મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, લાંબા સમય બાદ કોર્ટ ખુલવાથી વકીલોમાં ખુશીની લાગણી જોવા મળી છે. હવે નોટીસ, સમન્સ અને વોરંટની બજવણી યુદ્ધના ધોરણે કરવી જોઇએ. ન્યાયતંત્રને ગતિશીલ કરવાના પ્રયાસો કરવા જોઇએ. ચાર જિલ્લાના પ્રમુખો તથા અન્યની રજુઆતોની રજુઆતને પગલે કોર્ટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે આવકારદાયક છે.
વધુમાં હસમુખ પટેલે ઉમેર્યું હતું કે, કોર્ટમાં એક ગેટ ચાલુ રાખ્યો છે. અને તેમાં પ્રવેશતા તમામ કોવિડથી બચવાના ઉપાયો કરવામાં આવ્યા છે. બે ગેટ ખોલવા માટે રજુઆત કરી છે. તેની સાથે અસીલોની બેઠક વ્યવસ્થા માટે જરૂરી વ્યવસ્થા કરવી જોઇએ. આ મામલે પણ રજુઆત કરવામાં આવી હતી.