દિવાલ પર ફુગ્ગા લગાડી શાનદાર રીતે કરવામાં આવેલી ઉજવણીનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ
જિલ્લા અન્ય ડીવાયએસપી તથા એલસીબી પી.આઇ. સહિત અધિકારીઓ અને કર્મચારીઓએ વિશેષ હાજરી આપી
WatchGujarat. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડ લાઇનનું પાલન કરવાવવાની કામગીરીમાં પોલીક પણ સામેલ છે. પરંતુ જો પોલીસ જ ગાઇડલાઇન ભંગ કરે તોત તેવી સામે કોણ કાર્યવાહી કરે તે અંગે કોઇ સ્પષ્ટતા નથી. કોરોનાના જારી કહેર વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના ડીવાયએસપી એ.વી.કાટકડના જન્મદિવસની કચેરીમાં શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ હાજર રહ્યા હતા. આ ઉજવણીનો વિડીયો સોશિયલ મિડીયા પર વાઇરલ થતા લોકોના મનમાં અનેક અનેક પ્રશ્નો ઉભા થયા હતા.
https://youtu.be/lHbFKjeawt8
છોટાઉદેપુર ડીવાયએસપી તરીકે ફરજ બજાવતાં એ. વી. કાટકડની બર્થડેની ઉજવણી કરતો વિડિઓ સોશિયલ મિડીયા ઉપર વાઇરલ થયો હતો. હાલમાં કોરોનાનો કપરો સમય ચાલી રહ્યો છે તેવા સમયે સરકારી કચેરીમાં જ કરવામાં આવેલી આ ઉજવણી અંગે ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી. તેમાં પણ વિડીયોમાં અનેક અધિકારીઓ તો મોઢા પર માસ્ક વિના જણાઇ આવ્યા હતા. વિડીયોમાં ડીવાયએસપીને ગાડી નજીકથી રીસીવ કરીને તેમને પુષ્પગુચ્છ આપવામાં આવે છે. અને ત્યાર બાદ તેમના પર ફુલોની પાંખડીઓની વરસાદ કરીને તેઓને તેમના રૂમ સુધી લઇ જવામાં આવે છે. ત્યાર બાદ અન્ય પોલીસ કર્મીની સાથે ડીવાયએસપી કેક કાપે છે. અને કર્મીઓને ખવડાવી જન્મદિવસની ખુશી મનાવી રહ્યા છે.
જન્મ દિવસની ઉજવણીમાં સહકર્મીઓ અને અધિકારીઓ જોડાયા હતા. જિલ્લાના અન્ય ડીવાયએસપી અને એલસીબી પી.આઈ. પણ પાર્ટીમાં હાજર રહ્યા હતા. તેમાં પણ અનેક લોકોના મો પર માસ્ક સુદ્ધા ન જણાતાં લોકોમાં આ અંગેની ચર્ચાઓ ઉભી થઇ હતી. કોરોના નિયમોને ખુદ જવાબદાર અધિકારીઓએ નેવે મુક્યા હોવાની ચર્ચાએ સમગ્ર છોટાઉદેપુરમાં જોર પકડ્યું હતું. કોવિડ ગાઇડલાઇન્સનું ઉલંલ્ઘન કરવા બદલ પોલીસ કર્મી સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું.