WatchGujarat. વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપમાં ચૂંટાયેલા મહિલા સભ્યોની સંખ્યા પુરૃષો કરતાં વધુ હોવા છતાં પ્રથમ ત્રણ હોદ્દા પૈકી એક હોદ્દો મહિલાને ફાળવવાની પરંપરાનો ભંગ કરી ભાજપે ત્રણેય મુખ્ય હોદ્દા પુરૃષોને ફાળવતાં મહિલા સભ્યોના જૂથમાં સોપો પડી ગયો છે.
વડોદરા જિલ્લા પંચાયતમાં કુલ 34 બેઠકોમાંથી ભાજપના 27 અને કોંગ્રેસને 7 બેઠકો મળી હતી. ભાજપના 27 સભ્યોમાં મહિલા સભ્યાચેની સંખ્યા 15 અને પુરૃષ સભ્યોની સંખ્યા 12 છે.
18 માર્ચે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેના ગતરોજ જિલ્લા પંચાયત ખાતે ફોર્મ ભરવામાં આવ્યા હતા. કોંગ્રેસે ફોર્મ નહીં ભરતાં આ બંને હોદ્દા પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઇ આવશે.
પ્રમુખ-ઉપપ્રમુખના ફોર્મ ભરતાં પહેલાં વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખે ચૂંટાયેલા સભ્યોની એક મીટિંગ બોલાવી હતી અને તેમાં સભ્યોને પક્ષના મેન્ડેટનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. જે સભ્યો મેન્ડેટનો ભંગ કરશે કે મીટિંગમાં હાજર નહીં રહે તેની સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી હતી.
ત્યારબાદ પ્રમુખ તરીકે અશોક પટેલ (પોર), ઉપપ્રમુખ તરીકે મોહન પરમાર (સાવલી), કારોબારી ચેરમેન તરીકે રાજેન્દ્ર પટેલ (જરોદ)ના નામની જાહેરાત કરવામાં આવી હતી.જ્યારે,પક્ષના નેતા તરીકે જિ.પં.ના પૂર્વ પ્રમુખ સુધાબેન પરમાર (મોભા) તેમજ પક્ષના દંડક તરીકે મથુરભાઇ રાઠોડિયા (સયાજીપુરા)ની જાહેરાત કરાઇ હતી.