ચુંટણી નજીક આવતા જ કોંગ્રેસના નારાજ કાર્યકરો પક્ષમાંથી છેડો ફાડી રહ્યા છે
સાંસદ અમરસિંહ રાઠવાની પુત્રીએ સોશિયલ મિડીયા એકાઉન્ટ પર રાજીનામાની પોસ્ટ મુકી સૌને જાણ કરી
આજ પછી હું રાજકીય રીતે નહિ પણ સામાજિક રીતે છોટાઉદેપુરના લોકો વચ્ચે રહી કામ કરતી રહીશ. – રાધિકા રાઠવા
WatchGujarat. પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો પૂર્વે જ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. છોટાઉદેપુર મત વિસ્તારના પ્રથમ રાઠવા સાંસદ અને ત્રણ ટર્મ સુધી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ સંસદમાં કરનાર અમરસિંહ રાઠવાની પુત્રી તેમજ પ્રદેશ કોંગ્રેસમાં અત્યંત મહત્વનો હોદ્દો ધરાવતી રાધિકા રાઠવાએ પક્ષની આંતરીક ખેચતાણથી નારાજ થઇને પક્ષ સાથે છેડો ફાડ્યો હતો. તેઓએ તેમના રાજીનામાની પોસ્ટ સોશિયલ મિડીયા એકાઉન્ટ ફેસબુક પર મૂકીતા રાજકીય મોરચે લોકો ચોંકી ઉઠ્યા હતા.
છોટાઉદેપુર જીલ્લા કોગ્રેસમા માત્ર ગણ્યાગાઠ્યા કુટુંબના નેતાઓએ કોગ્રેસ પર હાવી થઈને કબજો જમાવ્યો હોવાનો ઉલ્લેખ કરતાં રાધિકા અમરસિંહ રાઠવાએ જણાવ્યુ છે, મારા પિતાના કહેવાતા રોડ અકસ્માતમાં શંકાસ્પદ મૃત્યુ બાદ ખૂબ જ સંઘર્ષ થી વિધવા મા સાથે અમે ભાઈ બહેનો મોટા થયા છીએ. મારા ઉચ્ચ અભ્યાસ બાદ મેં પણ મારા પિતાના રસ્તે કોગ્રેસ પાર્ટીમાં જોડાઇને રાજકીય રીતે છોટાઉદેપુરના વિસ્તાર અને લોકોની સેવા કરવાનું શરૂ કર્યુ હતું. વર્ષ 2015 માં કવાંટ તાલુકાના ખરમડા તાલુકા પંચાયત ના સભ્ય તરીકે કવાંટમાં અને પૂરા જીલ્લા માં લોકો સાથે રહી છું, અનેક સવાલો બાબતે કામ કરવાનો પ્રયત્ન કર્યો છે.
પરંતુ મારે ખૂબજ દુખ સાથે કહેવુ પડે છે કે, છોટાઉદેપુર જીલ્લા કોગ્રેસમાં માત્ર ગણ્યા-ગાંઠ્યા કુટુંબના નેતાઓએ કોંગ્રેસ પર હાવી થઈને કબજો જમાવ્યો છે. અન્ય લોકો, ખાસ કરીને યુવાનો અને શિક્ષિતોની અવગણના કરવામાં આવી રહી છે. એક પૂર્વ સાંસદની દિકરી અને શિક્ષિત યુવા હોવા છતાંય મારી પણ સતત અવગણના કરવામા આવી છે. એટલે અન્ય યુવાનોની હાલત સમજી શકાય છે. કોંગ્રેસમાં મારા જેવા શિક્ષીત યુવાનોને પોતાનો અવાજ રજૂ કરવાની આઝાદી નથી. એટલું જ નહિ અપમાન પણ કરવામાં આવ્યું છે.
ખૂબ જ દુખ સાથે આજે હુ કોગ્રેસ પાર્ટીના પ્રદેશ કક્ષાના મારા હોદ્દા અને કોંગ્રેસ પક્ષના સામાન્ય સભ્ય પદેથી પણ હું રાજીનામું આપુ છું. આજ પછી હું રાજકીય રીતે નહિ પણ સામાજિક રીતે છોટાઉદેપુરના લોકો વચ્ચે રહી કામ કરતી રહીશ.