• સંજીવની અભિયાન હેઠળ ઘર મુલાકાત થી ભાયલી ના હીનાબેન શાહનું મનોબળ અને મક્કમતા વધી
  • હૃદય ની શસ્ત્રક્રિયા થયેલી છે એવા આ કોવીડ દર્દીની સંજીવની ટીમ સતત કાળજી લઈ રહી છે

WatchGujarat. ભાયલી ગામના 68 વર્ષના હીનાબેન શાહ સંજીવની ટીમની સેવા અંગે વાત કરતાં જાણે કે ગળગળા થઈ જાય છે.એમને ભાયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવ્યો તો કોરોના પોઝિટિવ આવ્યો.એમની હૃદય ની શસ્ત્રક્રિયા પણ થયેલી છે.એટલે તેઓ કો મોરબિડ હતા અને આ બીમારી લાગી એટલે સ્વાભાવિક હતાશ થઈ જવાય એવા સંજોગો હતાં.

પરંતુ સંજીવની ટીમના બહુહેતુક આરોગ્ય કાર્યકર ભરત પરમાર અને આર.બી.એસ.ડોકટર પરેશ પ્રજાપતિ, દિવસમાં એકવાર એમની ચોક્કસ મુલાકાત લઈને શરીરનું ઉષ્ણતામાન, ઑક્સિજન લેવલ,બ્લડ પ્રેશર ઇત્યાદિ ની નિયમિત ચકાસણી કરે છે. સહુ થી મોટી વાત,એક દીકરો પણ કદાચ પાછો પડે એવો સધિયારો આપે છે જેના લીધે હીનાબેન ની મનોમક્કમતા ખૂબ વધી છે અને તેઓ અડગ આત્મ વિશ્વાસ સાથે આ હતાશ કરી દેતા રોગ સામે લડી રહ્યાં છે.

આજે જ્યારે અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે સુરક્ષિત અંતર જાળવીને એમની મુલાકાત લીધી,ત્યારે તેમણે સંજીવની ટીમના સદસ્યોની આત્મીયતા ભરેલી સંભાળ ના ગદ ગદ હૃદયે ભરપેટ વખાણ કર્યા.તેમણે જણાવ્યું કે આ લોકોએ મને તેમનો વોટ્સેપ નંબર આપ્યો છે અને આખા દિવસમાં તબિયતમાં કોઈ તકલીફ થાય તો સંકોચ વગર તુરત સંપર્ક કરવા કહ્યું છે. આ અતિશય સારી સેવા છે એવી લાગણી તેમણે આભારના ભાવ સાથે વ્યક્ત કરીને સંજીવની ટીમના સદસ્યો ને ધન્યવાદ આપ્યા.

વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં હોમ બેઝડ કોવિડ કેર ને મજબૂત કરવા વાહન સાથે બે બે સદસ્યો ની બનેલી સંજીવની ટીમ કાર્યરત કરવામાં આવી છે જેના ઘણાં પ્રોત્સાહક પરિણામો મળી રહ્યાં છે એવી જાણકારી આપતાં,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે ગ્રામ વિસ્તારના હોમ આઇસોલેસન હેઠળના દર્દીઓની સંબંધિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ભાળ લેવામાં આવી રહી હતી.હવે સંજીવની ટીમની મુલાકાત થી તેને નવું બળ મળ્યું છે.આ ટીમ દર્દીની નિર્ધારિત તપાસ કરીને કોઈ દવાઓની જરૂર હોય તો તે ઉપલબ્ધ કરાવવાનું અને તબિયતમાં કોઈ મોટો ફેરફાર જણાય તો દવાખાનામાં દાખલ કરવાનું સંકલન કરે છે.

ડો.ઉદયે જણાવ્યું કે હાલમાં વડોદરા અને પાદરા તાલુકાઓમાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી ની સૂચના હેઠળ સંજીવની ટીમો કાર્યરત કરવામાં આવી છે.એક ટીમમાં એક બહુહેતુક આરોગ્ય કાર્યકર અને એક આર.બી.એસ.કે.ડોક્ટરનો સમાવેશ થાય છે જેઓ ફાળવેલા ઘર સારવાર હેઠળના દર્દીઓ ની મુલાકાત લે છે અને ટેલીફોનીક સંપર્ક પણ જાળવે છે. તેમને  ચેપ થી બચીને પોતાની સુરક્ષા જાળવવા માટે જરૂરી દિશા નિર્દેશો આપવામાં આવ્યાં છે જેનું પાલન કરી ફરજો બજાવી રહ્યાં છે. આ ટીમો ની સેવાઓ દર્દીઓની ઉચિત સંભાળ લેવામાં ખૂબ ઉપયોગી બનતી જઈ રહી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud