તાજેતરમાં છોટાઉદેપુરમાં ડીવાયએસપીની જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો
ત્યાર બાદ સંખેડા તાલુકાના બહાદરપુરમાં લગ્નના વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડતા જોવા મળ્યા
કોરોના સામે લડવા માટે લોકોની નિષ્કાળજી સામે આવી
WatchGujarat. એક તરફ કોરોનાના કેસો વધતાની સાથે તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. અને કોરોનાને નાથવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ તેમ છત્તાં લોકો દ્વારા કોવિડ ગાઇડલાઇનના નિયમોનું ઉલ્લંઘન કર્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં છોટાઉદેપુરમાં ડીવાયએસપીની જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ત્યાર બાદ હવે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની બહાદરપુર આઉટ પોસ્ટ પાસેથી નીકળેલા લગ્નના વરઘોડાનો વીડીયો વાઇરલ થયો છે. વરઘોડામાં નાચતા લોકોએ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતા.
https://youtu.be/rZoLA2aP1pY
વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સના લીરા લીરા ઉડ્યા
રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે અને સંખેડા તાલુકામાં શનિવારે 12 કોરોનાનાં કેસ આવ્યા હતા. તેવા સમયે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુરમાં લગ્નના વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડતા જોવા મળ્યા હતા. એક તરફ વહીવટી તંત્ર દ્વારા કોરોનાથી બચવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પર ભાર મૂકાઈ રહ્યો છે. ત્યારે બહાદરપુર ગામમાં રાત્રે આઉટપોસ્ટ પાસે જ વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો નાચતા હોય એવો વીડીયો વાઇરલ થયો હતો. જેને લઇને કોરોના સામે લડવા માટે લોકોની નિષ્કાળજી સામે આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને હરાવવા માટે માત્ર સરકારી તંત્રના પ્રયાસોથી સફળતા નહિ મળે. લોકોએ પણ કોવિડ ગાઇડલાઇનના પાલન કરી યોગ્ય સહકાર આપવો પડશે. વહીવટી તંત્રને સહકાર આપવાની જગ્યાએ લોકો નિયમોનો ઉલાળીયો કરતા જોવા મળતા તંત્રમાં ચિંતાનો વિષય બન્યું છે.
સંખેડામાં સંક્રમણ વધતા પોલીસે એક્શનમાં આવી
બીજી તરફ સંખેડા તાલુકામાં શનિવારે કોરોનાના 12 પોઝિટિવ કેસ નીકળતા પોલીસ એલર્ટ બની ગઇ છે અને માસ્ક ન પહેરનારા અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાનારાઓ વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે બેજવાબદાર લોકો સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડાડીને બહાર નીકળી રહ્યા છે.