• જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ચુંટણી પ્રક્રિયાની અંતિમ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું
  • તમામ સેન્ટરો પર ઇવીએમ મોકલવામાં આવ્યા, મતદાનના દિવસે પોલીસનો લોખંડી બંદોબસ્ત રહેશે
  • મતદાનના છેલ્લા કલાકમાં કોરોના પોઝીટીવ દર્દીઓ પીપીઇ કીટ પહેરી મત આપી શકશે

WatchGujarat. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી તારીખ 21 મી ના રોજ યોજાનાર છે તેની પૂર્વ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે આજે રિસિવિંગ અને ડિસ્પેચના છ સેન્ટર પરથી ઇવીએમ સહિત હેલ્થ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે કામગીરીનું  નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું હતું કે, કોરોના ની ગાઈડ લાઈન પ્રમાણે મતદાન થાય તેની પૂર્વ તૈયારી કરવામાં આવી છે જેમાં 1,255 મતદાન મથક પર પ્રીસાઇડિંગ ઓફિસર તથા અન્ય સ્ટાફ મળી 7,266 કર્મચારીઓ ફરજ બજાવશે

સંવેદનશીલ અને અતિસંવેદનશીલ સહિતના મતદાન મથકો સહિત ના મતદાન મથકો પર 4,000 જેટલા પોલીસનો બંદોબસ્ત રહેશે. કોરોનાની ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખી દરેક મતદાન મથક પર એક ટીમ રાખવામાં આવી છે. જેઓ થર્મલ ગન દ્વારા મતદારોનું ટેમ્પરેચર માપશે તેમજ તેઓને હેલ્થ કીટ આપવામાં આવી છે. જેમાં સેનેટાઈઝર હેન્ડ ગ્લોઝ વિગેરે પણ આપવામાં આવ્યું છે.

જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચુંટણી અધિકારી શાલિની અગ્રવાલે ઉમેર્યું હતું કે, કોરોના પોઝિટિવ દર્દી હોય અને તેઓ મતદાન કરવા માગતા હોય તેની અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. મતદાનના સમય ના છેલ્લા એક કલાકમાં તેઓ મતદાન કરી શકશે. આ માટે મતદાન મથકમાં ઉપસ્થિત કર્મચારીઓને પી પી ઈ કીટ પણ આપવામાં આવી છે.

તથા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે 14.46 લાખ મતદારો નોંધાયા છે મતદાન મથકો પર દિવ્યાંગ મતદારો માટે 155 વ્હીલ ચેર ની વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનની ચૂંટણી ના પગલે ઇવીએમ અને વી વી પેટ મશીન કર્મચારીઓને ડિસ્પેચ કરવામાં આવી હતી.

પોલિટેકનિક કોલેજ સહિત અલગ અલગ સ્થળોથી ડિસ્પેચની કામગીરી કરવામાં આવી છે. કર્મચારીઓને ચુંટણી સામગ્રીના ચેકલીસ્ટ સાથે સામગ્રી આપવામા આવી છે. પીપીઈ કીટ, સેનેટાઈઝર, હેન્ડ ગ્લોઝ, ફેસમાસ્ક, થર્મલગન, અને મતદારોના જમણા હાથનો ગ્લોઝ ની કીટ આપવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud