• આફતની સ્થિતિમાં સરકાર ગરીબો જોડે રહીને તેમને ખૂબ સધિયારો આપ્યો
  • પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ના મળ્યો હોતતો મજૂરીકામ કરીને ક્યારેય પોતાનું પાક્કું મકાન ના બનાવી શક્યો હોત: શાંતિલાલભાઈ વાઘેલા

WatchGujarat. હું મજૂરીકામ કરી ઘર-પરિવારનું ગુજરાન ચલાવું છું. સાહેબ, મારા જેવા ગરીબ માણસને જો પ્રધાનમંત્રી આવસ યોજનાનો લાભ ન મળ્યો હોત તો ક્યારેય પોતાનું પાક્કુ મકાન બનાવી ના શક્યો હોત. સરકાર તરફથી માતબર રૂ. 3.50 લાખની સહાય મળતા મારુ પોતાનું ઘરનું ઘર બનાવાનું સપનું સાકાર થયું છે. ધીમા સ્વરે ઉચ્ચારેલા અને કૃતજ્ઞભાવથી ભરેલા આ શબ્દો છે કરજણના શાંતિલાલભાઈ વાઘેલાના.

વડોદરા જિલ્લાના કરજણના જુના બજાર ખાતે રહેતા શાંતિલાલભાઈના પરિવારમાં તેમના પત્ની અને 11 વર્ષનો પુત્ર છે. પોતે કડિયાકામ અને છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. તેઓ એક સમયે કાચા અને પતરાવાળા મકાન રહેતા તે દિવસોને યાદ કરતા શાંતિલાલભાઈ કહે છે કે, પહેલા કાચું અને પતરાવાળા મકાન હોવાથી ઉનાળામાં પતરા તપવાથી ભારે અસહ્ય ગરમી સહન કરવી પડતી. બાળકોને સુવડાવવા હોય તો ગરમીમાં ભારે અગવડતા રહેતી, ઉપરાંત ચોમાસામાં પાણી ટપકવાની તકલીફ. આમ, પારવાર સમસ્યા કાચા મકાનમાં રહેતી.

પોતાનું પાક્કુ મકાન બન્યાનો આનંદ વ્યક્ત કરતા શાંતિલાલભાઈ કહે છે કે, અમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે. આ ખૂબ સરસ યોજના છે, દરેક લોકોને પોતાનુ પાક્કુ મકાન હોય, તેવુ સ્વપ્ન હોય છે. જે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ગરીબ-મધ્યમવર્ગના પરિવારોનું સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યું છે. સાથે જ તેમણે લાગણી અને અહોભાવથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કર્યો હતો.

શાંતિલાલભાઈ લોકડાઉનના દિવસોને યાદ કરતા કહે છે કે, કેન્દ્ર-રાજ્ય સરકારે જે મફતમાં અનાજ વિતરણ અને શ્રમિકોને જે રોકડ સહાય આપી તે કપરા દિવસોમાં ખૂબ મદદરૂપ બની. આમ, આફતની સ્થિતિમાં સરકાર ગરીબો જોડે રહીને તેમને ખૂબ સધિયારો આપ્યો છે, લોકોની ખૂબ દરકાર લીધી છે. આ માટે કેન્દ્ર-રાજ્ય સરકારનો આભાર માનીએ તેટલો ઓછો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud