• ચુંટણી બાદ રાજ્યભરમાં કોરોના પોઝીટીવ કેસોમાં ઉઠાળો આવતા રાજ્યભરમાં અનેક પગલા લેવામાં આવ્યા
  • સેવાસીના ખાનપુરમાં કોરોના પોઝીટીવ કેસોમાં વધારો આવતા સ્થાનિક તંત્ર એક્શનમાં આવ્યું
  • કોરોના પોઝીટીવ વિસ્તારને સંપુર્ણ રીતે બંધ કરી સેનીટાઇઝેશન શરૂ કરાયું

WatchGujarat. અત્યાર સુધી શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ગ્રામ્ય વિસ્તારો કરતા વધારે જોવા મળતી હતી. જો કે, હવે કોરોના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝડપી પ્રસરી રહ્યો છે. જેને લઇને હવે ગ્રામજનો સ્વયંભુ લોકડાઉન તરફ વળ્યા છે. છેલ્લા એક અઠવાડિયા જેટલા સમયમાં અચાનક કોરોનો પોઝીટીવ કેસો વધતા સેવાસી નજીક આવેલા ખાનપુર ગામમાં 31 માર્ચ સુધીમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

સમગ્ર મામલે ખાનપુર સરપંચ પ્રિતેશ પટેલે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 12 માર્ચના પહેલાના પાંચ દિવસથી ખાનપુરમાં કોરોના પોઝીટીવ કેસો આવવાની શરૂઆત થઇ હતી. ત્યાર બાદ કોરોના પોઝીટીવ કેસોમાં એકાએક ઉછાળો આવ્યો હતો. અને કોરોના પોઝીટીવનો આંક 47 સુધી પહોંચી ગયો હતો. જેને લઇને સમગ્ર ગ્રામજનોમાં ચિંતા હતી. અને ગતરોજ એક વૃદ્ધનું કોરોના પોઝીટીવ આવ્યા બાદ મોત નિપજ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા વિસ્તારમાં સ્વયંભુ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. અને જ્યાં પટેલ ફળિયુ છે ત્યાં લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. વિસ્તારમાં તમામ દુકાનો પણ બંધ કરાવી દેવામાં આવી છે. અને ત્યાં રહેતા લોકોને જે કોઇ વસ્તુની જરૂરત પડશે તે અમે ઉપલબ્ધ કરાવીશું.

વધુમાં ખાનપુરના સરપંચ પ્રિતેશ પટેલે ઉમેર્યું હતું કે, હાલ અનેક ગ્રામજનોના કોરોન રિપોર્ટ કઢાવવા માટે આપ્યા છે. કોરોના પોઝીટીવ કેસોને કાબુમાં લેવા માટે ગ્રામપંચાયત દ્વારા અગમચેતીના ભાગ રૂપે પગલા લેવામાં આવ્યા છે. સમગ્ર પટેલ ફળિયાની આસપાસ આડાશ ઉભી કરવામાં આવી છે. અને વિસ્તારને સેનીટાઇઝ કરાવવામાં આવી રહ્યું છે.

ગામના સામાજીક અગ્રણી પ્રવિણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોરોના કેસો આવતા ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવેલો લોકડાઉનનો નિર્ણય સરાહનીય છે. જેને લઇને કોરોના કેસો પર કાબુ મેળવવામાં સફળતા મળશે. સમગ્ર મામલે લોકોને જાણ થાય તે માટે ઠેક ઠેકાણે પોસ્ટર મારવામાં આવ્યા છે. જેમાં લોકડાઉન સંબંધિત જાણકારી આપવામાં આવી છે. અને તેમાં લોકોને સહકાર આપવા જણાવાયું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud