WatchGujarat. વડોદરા જિલ્લાની સાવલી, ડભોઇ અને પાદરા નગરપાલિકા, જિલ્લા અને તાલુકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની હતી. મહાનગરોમાં કંગાળ પ્રદર્શન બાદ કોંગ્રેસના પાલિકા અને પંચાયતની ચુંટણીના પરિણામો પર સૌ કોઇની નજર છે. પાદરા નગરપાલિકાની 4 બેઠક અને ડભોઇ નગરપાલિકાની 1 બેઠક પર ભાજપના ઉમેદવારોનો બિનહરીફ જાહેર થયા છે.
290 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ સહિત 770 ઉમેદવારો નોંધાયા હતા. વડોદરા જિલ્લાની ત્રણ નગરપાલિકામાં 71.12 મતદાન થયું હતું. વડોદરા જિલ્લા પંચાયતમાં 73.35 ટકા મતદાન થયું છે. જ્યારે વડોદરા તાલુકા પંતાયતમાં 72.86 ટકા મતદાન થયું હતુ. જેના આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે.
જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાના 770 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે
28 ફેબ્રુઆરીના રોજ વડોદરા જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી. વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન 79.99 ટકા મતદાન વડુ બેઠક ઉપર થયું છે. અને સૌથી ઓછું મતદાન 60.05 ટકા મતદાન રણોલી બેઠક ઉપર થયું છે. 2015માં ડભોઇ નગરપાલિકામાં કુલ 36 સીટમાંથી કોંગ્રેસને 28, ભાજપ 4 અને 4 બેઠક અપક્ષને ફાળે ગઈ હતી. જ્યારે પાદરા નગરપાલિકાની 28 બેઠકોમાંથી 21 બેઠકો ભાજપ, 3 બેઠકો કોંગ્રેસ અને બે બેઠક અપક્ષને મળી હતી.