WatchGujarat. ગુજરાત હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે કેટલાક મહત્ત્વના નિર્દેશો જારી કરાયા હતા. ચીફ જસ્ટિસના અધ્યક્ષપણા હેઠળ કમિટીએ 5 જિલ્લાની તમામ કોર્ટ અને ટ્રિબ્યુનલની પ્રત્યક્ષ સુનાવણી 17 એપ્રિલ સુધી બંધ કરીને માત્ર ઓનલાઇન સુનાવણી યોજવા આદેશ કર્યો હતો.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગરમાં સંપૂર્ણ ઓનલાઇન કોર્ટ ચલાવવા આદેશ કરાયો હતો. જ્યારે તે સિવાયના જિલ્લામાં મર્યાદિત સ્ટાફ સાથે કોર્ટની કાર્યવાહી કરવા અને સ્ટાફને જમવા માટે માત્ર ટેક અવેનો વિકલ્પ અપાયો છે. કોર્ટની કેન્ટીન બંધ રાખવા આદેશ કરી દેવામાં આવ્યો છે.
સ્થિતી અંગે 15 એપ્રીલના રોજ એક વખત સમીક્ષા કરવામાં આવશે. અને ત્યાર બાદ ભવિષ્યમાં લેવાના જરૂરી પગલા અંગે નક્કી કરાશે. આમ, કોરોના કેસોમાં વધારો થતા કોર્ટેની કાર્યવાહી ઓનલાઇન કરવી પડી હતી.