કોરોના કાળમાં ઓનલાઇન વિડીયો કોલ મારફતે દર્દીઓને સારવાર આપતી ટેલીમેડીસીન સેવાનું ચલણ વધ્યું
ડોક્ટરને અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ આવ્યો અને રીસીવ કરતાજ સ્ક્રીન જોઇ તેઓ ડઘાઇ ગતા
ફોન કટ કર્યો કે તુરંત જ પૈસા માંગતો મેસેજ આવતા ડોક્ટરે સાયબર એક્સપર્ટનો સંપર્ક સાધ્યો
હાલ સમગ્ર મામલો શહેર સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે
WatchGujarat. કોરોના કાળ હવે ધીરે ધીરે શાંત થવા તરફ જઇ રહ્યો છે. તેવા સમયે કોરોના પોઝીટીવ અને કોરોના પોઝીટીવ આવ્યા બાદ દર્દીઓ સારવાર માટે ટેલીમેડીસીન એટલેકે ઓડિયો-વિડીયો કોલનો સહારો લઇ રહ્યા છે. તેવા સમયે કોરોના કાળમાં ભગવાન જેવી નામના મેળવનાર ડોક્ટરને ઓનલાઇન માફિયાઓને કડવો અનુભવ થયો હતો. અજાણ્યા નંબર પરથી છોકરીનો ફોન આવે છે. ડોક્ટર ફોન ઉપાડે છે. અને સ્ક્રીન પર ઘુંઘળુ ચિત્ર સ્પષ્ટ થાય કે તુરંત જ ડોક્ટર ફોન કાપી નાંખે છે. અને ત્યાર બાદ ડોક્ટરને રૂ. 10 હજાર જમા કરાવવા માટેનો મેસેજ આવે છે.
ડોક્ટરને થયેલા અનુભવ અંગે માહિતી આપતા શહેરના જાણીતા સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેટર મયુર ભુસાવળકરે જણાવ્યું હતું કે, ડો. સંજય (નામ બદલ્યું છે) અમદાવાદની જાણીતી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેઓએ કોરોના કાળમાં દર્દીઓની ખડેપગે સેવા કરી હતી. અને હાલ પણ તેઓ કોરોના પોઝીટીવ તથા કોરોના પોઝીટીવ થયા બાદ રીકવર થયેલા દર્દીઓની સારવારમાં મદદરૂપ થવા માટે વિડીયોકોલ મારફતે કન્સલ્ટેશન આપતા હોય છે. ડો. સંજય છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારને દર્દીઓને ઓનલાઇન માર્ગદર્શન આપી રહ્યા છે. જો કે ત્રણ દિવસ પહેલા કંઇક અજુગતી ઘટના બની હતી.
ત્રણ દિવસ પહેલા એક અજાણ્યા નંબર પરથી ડો. સંજયને વિડીયો કોલ આવ્યો હતો. ડોક્ટરને જેમ અન્ય દર્દીઓના કોલ આવતા હોય છે. તેમ સમજીને તેઓએ કોલ ઉપાડ્યો હતો. કોલ રીસીવ કરતા જ સ્ક્રીન પર પહેલા ઘુંઘળુ દેખાતું હતું. ડોક્ટરે ઇન્ટરનેટ કનેક્ટીવીટી ઓછી હોવાનું માની લઇ વિડીયો કોલ ચાલુ રાખ્યો હતો. અને સ્ક્રીન સ્પષ્ટ થાય તેની રાહ જોઇ હતી. દરમિયાન સ્ક્રિન સ્પષ્ટ થતા સામે છેડે કોઇ યુવતિ નગ્ન હાલતમાં જોવા મળી હતી. અચાનક વિડીયો કોલમાં યુવતિ નગ્ન હાલતમાં દેખાતા ડોક્ટર અચંબામાં મુકાયા હતા. અને તુરંત ફોન કટ કરી નાંખ્યો હતો. આ પ્રકારે પહેલી વખત અનુભ થયો હોવાને કારણે ડોક્ટર રોંગ નંબર હોઇ શકે તેમ માનીને પોતાની કામગીરીમાં જોડાયા હતા.
જો કે, ત્યાર બાદ ડોક્ટર સંજયના મોબાઇલ પર રૂ. 10 હજાર જમા કરાવવાનો મેસેજ આવ્યો હતો. જો એમ નહિ કરે તો ડોક્ટરને બદનામ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી. મેસેજ વાંચતા જ ડોક્ટર ડઘાઇ ગયો હતો. આવા સંજોગોમાં સામાન્ય વ્યક્તિ નાસીપાસ થઇ જતા હોય છે. પરંતુ ડોક્ટરે ખુબ જ સાવચેતી પુર્વક કામ કરવાનું નક્કી કર્યું હતું અને તુરંત સાયબર એક્સપર્ટનો સંપર્ક કરીને હવે શું કરવું તેનો રસ્તો કાઢવા મથામણ શરૂ કરી હતી.
ત્રણ દિવસ પહેલા ડોક્ટર સંજય, સાયબર એક્સપર્ટ મસુર ભુસાવળકર રાત્રે વડોદરા સાયબર ક્રાઇમની ઓફિસે પહોંચ્યા હતા. સાયબર ક્રાઇમની ઓફિસે પહોંચીને સમગ્ર મામલે લેખીતમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમના અધિકારીઓએ મામલાની ગંભીરતાને જોઇને ગુનેગારો સામે તુરંત કાર્યવાહી શરૂ કરી દીધી હતી.