પતિની ફરિયાદ કરતા સાસરીયાઓ પરિણીતાને ઘરે એકલી પુરીને જતા રહેતા
સાસરીયાઓએ ભેગા મળીને પરિણીતાને મેણા ટોણા મારતા હતા
તામે મારી સાથે ખુશ રહેવું હશે તો તારા બાપને કહે મને અમદાવાદમાં ઘર અપાવી દે કહી ટોણા મારતો પતિ
પતિ દર મહિને આઠ થી દસ દિવસ સુધી બહાર ગામ જાઉં છું તેમ કહિને અકિબ અલગ અલગ છોકરીઓ સાથે રહેવા જતો હતો
WatchGujarat શહેરના રાવપુરા વિસ્તારમાં રહેતી યુવતિના લગ્ન અમદાવાદમાં રહેતા અકીબખાન ઇનાયતખાન પઠાણ સાથે થયા હતા. લગ્નમાં 400 માણસની જાન લઇને આવ્યા હતા. અને પ્રસંગમાં માણસોની સંખ્યા 3 હજાર થઇ ગઇ હતી. લગ્નના 6 દિવસ બાદ પતિ ઘરે મોડા આવતા હતા. અને પરિણીતા કારણ પુછે તો ઉડાઉ જવાબ આપતા હતા. પતિ ટોણા મરી પરિણીતાને કહેતો કે, તારો બાપ આટલો મોટો બિલ્ડર છે, તેને કહી મને ગાડી અને ઘર અપાવ નહિ તો તલ્લાક આપી દઇશ. પતિ અને સાસરિયાઓના ત્રાસથી ત્રસ્ત પરિણીતાએ તમામ વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, શહેરના રાવપુરા વિસ્તારમાં સલ્મા (નામ બદલ્યું છે) તેના પરિવાર સાથે રહેતી હતી.તેણે બીસીએ અને ડીપ્લોમાં ઇન સોફ્ટવેર મેનેજમેન્ટ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેના લગ્ન વર્ષ 2017 માં અકિબખાન ઇનાયતખાન પઠાણ સાથે સંમતિથી થયા હતા. અકીબખાન કારના શોરૂમમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. અને વેજીટેબલ અને ફ્રુટના ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે. લગ્નમાં 400 માણસોની જાન લઇને સાસરીયાઓ આવ્યા હતા. જો કે પ્રસંગમાં 3 હજાર માણસો થઇ ગયા હતા. પુત્રીના લગ્નમાં પિતાએ કરિયાવરનો સામાન આપ્યો હતો.
આ તો આવું જ રહેશે. તારે બધુ સહન કરવું પડશે : સાસુ - સસરા
સલ્માના આકીબ સાથેના લગ્ન બાદ પાંચ - છ દિવસ સુધી તેણે સારૂ વર્તન કર્યું હતું. પછી ઘરે મોડા આવવાનું શરૂ કરી દીધું હતું. રાત્રા 3 - 4 વાગ્યા આવતા સલ્માએ તેના પતિને મોડા આવવાનું કારણ પુછતા જવાબ મળતો કે મને પુછવાનું નહિ. આ જ ટાઇમ પર મારાથી અવાશે. જો કે સલ્મા બધુ સહ્યા કરતી હતી. આ અંગે સાસુ સસરાને કહ્યું તો, સામો જવાબ આવ્યો કે આ તો આવું જ રહેશે. તારે બધુ સહન કરવું પડશે. સાસુ - સસરાએ આ અંગેના વાત અકીબને કહેતા તેણે જુલ્મ વધારી દીધો હતો. સલ્માના કાકાસસરા દર ચોથા દિવસે તેના ઘરે આવીને મેણા-ટોણા મારતા હતા. અને એ લોકો રહેતા કે, તારો બાપ આટલો મોટો બિલ્ડર છે. તો તારા બાપને કહેતા કે મને ઘર અને ગાડી લઇ આપો અને તેમ નહિ કરે તો તને તલ્લાક આપી દઇશ. પતિ પણ કહેતા કે, તામે મારી સાથે ખુશ રહેવું હશે તો તારા બાપને કહે મને અમદાવાદમાં ઘર અપાવી દે.
બહાર ગામ જાઉં છું તેમ કહિને અકિબ અલગ અલગ છોકરીઓ સાથે રહેવા જતો
સલ્માનને સાસરિયાઓ બહાર જાય તો સવારથી રાત સુધી ઘરમાં પુરી રાખતા હતા. છ મહિના સુધી સલ્માએ આ પ્રકારે ત્રાસ સહન કર્યો હતો. સલ્મા વડોદરા આવી ત્યારે તેને ખબર પડી તે તેના પતિ અકીબનું કંપનીમાં જોબ કરતી યુવતિ સાથે અફેર છે. અને દર મહિને આઠ થી દસ દિવસ સુધી બહાર ગામ જાઉં છું તેમ કહિને અકિબ અલગ અલગ છોકરીઓ સાથે રહેવા જતો હતો.
લોકડાઉનમાં અકિબ પાર્કીંગમાં બેસીને છોકરીઓ સાથે ચેટીંગ અને વિડીયો કોલ પર વાત કરતો
સલ્માને તેના સાસુ સસરા ધમકી આપતા કે અમારા મોટા નેતાઓ સાથે સંબંધ છે. તારા પપ્પાથી કંઇ નહિ થાય. કહી ત્રાસ આપતા હતા. દરમિયાન સલ્મા વડોદરા આવી તો તેને ત્રણ મહિના બાદ તેના પતિ પરત લઇ ગયા હતા. ત્યાર બાદ લોકડાઉન લાગુ થઇ ગયું હતું. લોકડાઉનમાં અકિબ પાર્કીંગમાં બેસીને છોકરીઓ સાથે ચેટીંગ અને વિડીયો કોલ પર વાત કરતો હતો. અને તાડા ત્રણ વાગ્યે રાત્રે ઉપર આવતા હતા.
દિયર અવાર નવાર સલ્માની છેડતી કરતો અને હાથ પણ પકડી લેતો
લોકડાઉન પુરૂ થયા બાદ સલમા પિતાના ઘરે વડોદરા આવી ત્યાર પછી અકિબે તેને ફોન કરીને ધમકી આપી કે, તું વિચારી લે, તારે શું કરવું છે. મારે રહેવું નથી તારી જોડે. વારંવાર આ પ્રકારે ત્રાસ આપવાને કારણે સલ્માના પિતાને માઇનર હાર્ટ એટેક પણ આવી ગયો હતો. ત્યાર બાદ સાસરીયાઓએ સલ્માને બ્લોક કરી દીધી હતી. અને તેનો દિયર અવાર નવાર સલ્માની છેડતી કરતો અને હાથ પણ પકડી લેતો હતો.
સલ્માના દેરાણી - જેઠાણી 3 - 4 વર્ષથી ઓસ્ટ્રોલીયા ખાતે રહે છે અને અકિબ પણ ઓસ્ટ્રોલીયા જવાની તૈયારીમાં છે. યેન કેન પ્રકારે ત્રસ્ત આપતા સાસરીયાઓ વિરૂદ્ધ સલ્માએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સ્ટેશનમાં પતિ અકિબખાન ઇનાયતખાન પઠાણ (ઉં-32) (201 સીલીકોન વેલી, સૈયદવાળી પાસે, વટવા), સાસુ વહિદબાનું ઇનાયતખાન પઠાણ (ઉં-56 ) (201 સીલીકોન વેલી, સૈયદવાળી પાસે, વટવા), સસરા ઇનાયતખાન નિવાઝખાન પઠાણ (ઉં-63) (201 સીલીકોન વેલી, સૈયદવાળી પાસે, વટવા), નાસીરખાન નિવાઝખાન પઠાણ, નાઝનીન નાસીરખાન પઠાણ, અર્પીલ નાફીરખાન પઠાણ, અક્રમખાન જફરઉલ્લાખાન પઠાણ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.