પોલીસે અણખી ગામ પાસે વોચ ગોઠવી શંકાસ્પદ કાર રોકી
ટોળકીએ બુધવારે રાજપીપળા પાસે એકના ડબલ કરવાની વિધિ કરી ઠગાઈ કર્યા બાદ રોકડ રકમ લઈને પરત ફરી રહ્યા હોવાનું બહાર આવ્યું
[caption id="attachment_207768" align="aligncenter" width="1280"] Vadodara[/caption]
WatchGujarat. કારવણથી પોર તરફના રસ્તા પર અણખી ગામના બસ સ્ટેન્ડ પાસે જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને એકના ડબલ કરી આપવાની અને ધાર્મિક વિધિ કરી આપવાની લાલચ આપી ઠગાઇ કરતી ટોળકીને ઝડપી પાડી હતી. ટોળકી પાસેથી ડુપ્લિકેટ ચલણી નોટો તથા અસલી ચલણી નોટોનો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે 4 જણની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી હતી. #Vadodara
જિલ્લા એલસીબી પીઆઇ ડી.બી. વાળા અને ટીમને બાતમી મળી હતી કે કેટલાક લોકો નંબર વગરની કારમાં કારવણથી પોર તરફ આવી રહ્યા છે અને તેમણે એકના ડબલ કરી આપવાની લાલચ આપી ઠગાઈ કરેલી છે. બાતમીના આધારે પોલીસે અણખી ગામ પાસે વોચ ગોઠવી કારમાં રહેલા રાજેશ બાબુ મકવાણા (રહે, અડાસ, આણંદ), શિવુ માનસંગભાઈ મકવાણા (રહે. વિરોચન નગર, સાણંદ), ઈબ્રાહીમ મોતીખાન મકવાણા (રહે. અડાસસ આણંદ) અને વિજયસિંહ દલપતસિંહ મહીડા (રહે. નટવરનગર, સાવલી)ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ડુપ્લિકેટ ચલણી નોટો ઉપરાંત 2.56 લાખ રૂપિયાની અસલી ચલણી નોટો મળી આવી હતી. પોલીસે કાર અને રોકડ મળી 5,62,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તપાસમાં ટોળકીએ બુધવારે રાજપીપળા પાસે એકના ડબલ કરવાની વિધિ કરી ઠગાઈ કર્યા બાદ રોકડ રકમ લઈને પરત ફરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તમામને રાજપીપળા પોલીસને સોંપવાની તજવીજ કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, એકના ડબલ કરવાની વિધિ કરવાની લાલચ આપી ઠગાઇ કરી રહેલા રાજેશ બાબુ મકવાણા અને વિજય દલપતસિંહ મહિડા સામે 2017માં પણ સાબરકાંઠા જિલ્લાના ઇડર પોલીસ સ્ટેશનમાં એકના ડબલ કરવાની લાલચ આપી ઠગાઇ કરવાનો ગુનો નોંધાયો હતો. #Vadodara
એકના ડબલ કરવાની વિધિ કરે ત્યારે નકલી પોલીસ પહોંચી પૈસા પડાવતી હતી
એકના ડબલ કરી આપવાની લાલચ આપી રહેલી આ ટોળકીની એમઓ એવી હતી કે, ટોળકીના 2-3 જણા લોકોને એકના ડબલની વિધિ કરી આપતા ત્યારે ટોળકી પૈકીનો એક શખ્સ નકલી પોલીસ બનીને ત્યાં આવતો હતો અને તમામને પકડી લઈ અસલી પૈસા પડાવી ભાગી જતો હતો. ત્યારબાદ ટોળકીના અન્ય લોકો પણ ત્યાથી ભાગી જતા હતા અને આગળ બધા ભેગા થઈ જતા હતા.
More #Vadodara #Double #money #by #performing #religious #prayer #gang #caugh #duplicate #currency #notes #Watchgujarat