• બાઇક પર નાઈટ ડ્યુટીમાં જતા ગાર્ડ પર તેના જ ઘર પાસે આંતરી કુહાડી, ધારીયા, ચપ્પુ અને લાકડી વડે લોહિયાળ હુમલો
  • પિતાને છોડાવવા પડેલી પુત્રી, પુત્ર અને સાળાને પણ ઇજા
  • હત્યારા પિતા-પુત્રો ગ્રામજનોની સામે જ મારક હથિયારો સ્થળ પર નાખી ફરાર
  • ભરૂચ જિલ્લામાં આડા સંબંધોમાં હત્યાની 3 દિવસમાં જ બીજી ઘટના

Watchgujarat. ભરૂચમાં અનૈતિક સંબંધોમાં 3 દિવસ પેહલા જ લોહિયાળ અંજામ આવ્યા બાદ બુધવારે રાતે વાલિયાના હીરાપોર ગામે નાઈટ ડ્યુટીમાં બાઇક પર ગુજરાત ગેસમાં જતા સિક્યોરિટી ગાર્ડની ઘર નજીક જ પિતા અને 3 પુત્રોએ આડા સંબંધના વહેમે હત્યા કરી દીધી છે.

વાલિયા તાલુકાના હીરાપોર ગામે વચલા ફળિયામાં રહેતા ગુમાનભાઈ માંડલાભાઈ વસાવા ગુજરાત ગેસ પ્લાન્ટમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ પોતાના 6 સંતાન અને પત્ની સાથે રહેતા હતા. બુધવારે તેઓ નાઈટ ડ્યુટીમાં બાઇક લઈ કંપનીએ જઈ રહ્યા હતા.

એ જ સમયે ફળીયામાં રોડ તરફથી બુમાબુમ થતા ગુમાનભાઈની પુત્રી સ્મિતા, માતા રંજનબેન, નાની બહેન ક્રિષ્ના તથા નાના ભાઇ પરેશ સાથે ઘરની બહાર નિકળી જોતા સૂકા પરસોત્તમ વસાવાના ઘરની સામે રોડ ઉપર ઘણા માણસો ઉભા હતા. કૌશિક સુકા વસાવાએ કુહાડી ગુમાન ભાઈને મારતા તે રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડેલા હતા. બીજી વખત કુહાડીથી હુમલો કરાતા પુત્રીએ બુમ પાડતા કૌશિક હાથમાની કુહાડી ફેકી નાસી ગયો હતો.

ઉમેશ સુકા વસાવા ચપ્પુ ગુમાનભાઈને મોઢા તથા માથાના ભાગે આડેધડ મારતો હતો અને વિક્રમ સુકા વસાવા ધારીયુ કપાળ તથા મોઢાના ભાગે મારતો હોવાથી ગુમાનભાઈનો સાળો શંભુ અર્જુનભાઇ વસાવાએ બચાવવા જતા તેમને લાત મારી નીચે ફેંકી દીધા હતા.

વિક્રમે કુહાડી ઉચકીને હુમલો કરતા ઝપાઝપી માં મૃતકની નાની દીકરી ક્રિષ્નાને પણ ડાબા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. દરમિયાન મૃતકના પુત્ર પરેશને પણ ઉમેશે ચપ્પુ મારી ઈજા કરી હતી. જે વેળા ત્રણેય આરોપીઓના પિતા સુકા વસાવા લાકડી વડે સિક્યોરિટી ગાર્ડને મારવા લાગેલા હતા.

ફળીયાના માણસો ભેગા થઈ જતા સુકાભાઇ અને તેમનાં 3 દીકરા કૌશિક, વિક્રમ અને ઉમેશ કુહાડી, ધારીયુ અને લાકડી નાખી નાસી ગયા હતા. લોહીથી લથબથ સિક્યોરિટી ગાર્ડને સારવાર માટે 108 ને કોલ કરતા મોડું થતા ખાનગી ગાડીમાં વાલીયા સરકારી દવાખાને લઈ જવાયા હતા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

વધુ સારવાર માટે અંકલેશ્વર સરદાર હોસ્પીટલ ખાતે રીફર કરતા ત્યાં સિક્યોરિટી ગાર્ડએ દમ તોડી દેતા તબીબે મૃત જાહેર કર્યા હતા. વાલિયા CHC ખાતે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. વાલિયા પોલીસ મથકે મૃતકની દીકરી સ્મિતાએ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી સુકાભાઇની પત્ની રંજનબેન તથા મારા પિતા ગુમાનભાઇ માંદલાભાઇ વસાવા ઉ.વ. 45 ના આડા સંબંધનો વહેમ રાખી સુકાભાઇ અને તેમના 3 પુત્રોએ પિતાની હત્યા કરી નાખી છે. પોલીસે પિતા- પુત્રો સામે હત્યાનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud