કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લે વર્ષ 2018 માં ઇઝ ઓફ લિવીંગ ઇન્ડેક્ષ બહાર પાડવામાં આવ્યું હતું
રાજ્યના ત્રણ શહેરોનો દેશમાં રહેવાલાયક શહેરોમાં સ્થાન પ્રાપ્ત થયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઇઝ ઓફ લિવીંગ ઇન્ડેક્ષ શરૂ કરવા પ્રેરણા આપવામાં આવી હતી
15 જેટલા માપદંડના આધારે ઇન્ડેક્ષ તૈયાર કરવામાં આવે છે
WatchGujarat. દેશમાં રહેવા માટે મોટા શહેરોમાં બેંગલુરૂ અને નાના શહેરોમાં શિમલા સૌથી શ્રેષ્ઠ શહેર છે. વડોદરાનો રાજ્યમં ત્રીજો અને દેશમાં આઠમો ક્રમાંક આવ્યો છે. ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા 'ઈઝ ઓફ લિવિંગ' ઈન્ડેક્સ અંતર્ગત 111 શહેરોનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.
ભારત સરકાર દ્વારા વર્ષ 2018 માં ઇઝ ઓફ લિવીંગ ઇન્ડેક્ષ (રહેવા લાયક શહેરોની યાદી) બહાર પાડવામાં આવ્યું હતું. તેમાં રહેવા લાયક શહેરો માટે અગાઉ નિયત કરેલા માપદંડના આધારે મુલ્યાંકન કરીને ત્રણ વર્ષ બાદ 2021 માં નવુ રેંકીંગ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટોપ – 10 શહેરોમાં રાજ્યમાંથી પ્રથમ અમદાવાદ, દ્વિતીય સુરત અને તૃતિય સ્થાન પર વડોદરા આવે છે.
https://twitter.com/PIB_India/status/1367391172247752704?s=20
કેવી રીતે ઇઝ ઓફ લિવીંગ ઇન્ડેક્ષ બહાર પડાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની સાથે જ ઈઝ ઓફ લિવિંગને વધુ સારૂ બનાવવા પર ભાર મુક્યો છે. સરકાર શહેરી વિકાસ પર ખર્ચનું નિર્ધારણ પણ આ યાદીને પ્રાથમિકતામાં રાખીને જ કરે છે. પ્રથમ વખત 2018માં ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો હતો. આ યાદી સરકાર, ઓળખ અને સંસ્કૃતિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, અર્થતંત્ર, સસ્તા રહેણાંક, ભૂમિ યોજના, પાર્ક, પરિવહન, જળ પુરવઠો, કચરાની વ્યવસ્થા અને પર્યાવરણની ગુણવત્તા જેવા 15 માપદંડોના આધારે ઇન્ડેક્ષ તૈયાર કરવામાં આવે છે.
10 લાખથી વધુ વસ્તી ધરાવતા ટોચના 10 શહેરો - કેટેગરી
બેંગલુરૂ
પુણે
અમદાવાદ
ચેન્નાઈ
સુરત
નવી મુંબઈ
કોઈમ્બતૂર
વડોદરા
ઈંદોર
ગ્રેટર મુંબઈ
[caption id="attachment_566988" align="aligncenter" width="800"] 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા ટોચના 10 શહેરો - કેટેગરી[/caption]
શિમલા
ભુવનેશ્વર
સિલવાસા
કાકીનાડા
સલેમ
વેલ્લોર
ગાંધીનગર
ગુરૂગ્રામ
દાવણગેરે
તિરૂચિરાપલ્લી
કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લે વર્ષ 2018 માં ઇઝ ઓફ લિવીંગ ઇન્ડેક્ષ બહાર પાડવામાં આવ્યું હતું
રાજ્યના ત્રણ શહેરોનો દેશમાં રહેવાલાયક શહેરોમાં સ્થાન પ્રાપ્ત થયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઇઝ ઓફ લિવીંગ ઇન્ડેક્ષ શરૂ કરવા પ્રેરણા આપવામાં આવી હતી
15 જેટલા માપદંડના આધારે ઇન્ડેક્ષ તૈયાર કરવામાં આવે છે
WatchGujarat. દેશમાં રહેવા માટે મોટા શહેરોમાં બેંગલુરૂ અને નાના શહેરોમાં શિમલા સૌથી શ્રેષ્ઠ શહેર છે. વડોદરાનો રાજ્યમં ત્રીજો અને દેશમાં આઠમો ક્રમાંક આવ્યો છે. ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા 'ઈઝ ઓફ લિવિંગ' ઈન્ડેક્સ અંતર્ગત 111 શહેરોનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.
ભારત સરકાર દ્વારા વર્ષ 2018 માં ઇઝ ઓફ લિવીંગ ઇન્ડેક્ષ (રહેવા લાયક શહેરોની યાદી) બહાર પાડવામાં આવ્યું હતું. તેમાં રહેવા લાયક શહેરો માટે અગાઉ નિયત કરેલા માપદંડના આધારે મુલ્યાંકન કરીને ત્રણ વર્ષ બાદ 2021 માં નવુ રેંકીંગ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટોપ – 10 શહેરોમાં રાજ્યમાંથી પ્રથમ અમદાવાદ, દ્વિતીય સુરત અને તૃતિય સ્થાન પર વડોદરા આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની સાથે જ ઈઝ ઓફ લિવિંગને વધુ સારૂ બનાવવા પર ભાર મુક્યો છે. સરકાર શહેરી વિકાસ પર ખર્ચનું નિર્ધારણ પણ આ યાદીને પ્રાથમિકતામાં રાખીને જ કરે છે. પ્રથમ વખત 2018માં ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો હતો. આ યાદી સરકાર, ઓળખ અને સંસ્કૃતિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, અર્થતંત્ર, સસ્તા રહેણાંક, ભૂમિ યોજના, પાર્ક, પરિવહન, જળ પુરવઠો, કચરાની વ્યવસ્થા અને પર્યાવરણની ગુણવત્તા જેવા 15 માપદંડોના આધારે ઇન્ડેક્ષ તૈયાર કરવામાં આવે છે.
10 લાખથી વધુ વસ્તી ધરાવતા ટોચના 10 શહેરો - કેટેગરી
બેંગલુરૂ
પુણે
અમદાવાદ
ચેન્નાઈ
સુરત
નવી મુંબઈ
કોઈમ્બતૂર
વડોદરા
ઈંદોર
ગ્રેટર મુંબઈ
[caption id="attachment_566988" align="aligncenter" width="800"]10 લાખથી ઓછી વસ્તી ધરાવતા ટોચના 10 શહેરો - કેટેગરી[/caption]