• કોરોના પર કાબુ મેળવવા માટે વેક્સીનેશન પર જોર મુકવામાં આવી રહ્યું છે
  • ઉનાળામાં ગરમીની સ્થિતીને ધ્યાને રાખીના પાલિકા તંત્ર દ્વારા વેક્સીનેશન સેન્ટર પર મંડપ બાંધવામાં આવ્યા છે
  • કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ ખાતે તૈયાર કરાયેલા વેક્સીનેશન સેન્ટરમાં એક મહિના બાદ પણ મંડપની સુવિધા તૈયાર કરવામાં નિરસતા
  • અહિંયા મંડપની વ્યવસ્થા નથી. મંડપ બાંધવા અંગે આગળ રજુઆત કરવામાં આવી છે – રૂપલ મહેતા, કોર્પોરેટર

WatchGujarat.  વડોદરા સહિત રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. કોરોનાને નાથવા માટે સરકાર દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર નહિ નિકળવાની સાથે વેક્સીનેશન પર જોર મુકવામાં આવી રહ્યો છે. ઉનાળામાં ધોમધખતા તાપમાં વેક્સીન લેવા આવેલા કોરોને છાંયડો મળે તે માટે અનેક વેક્સીનેશન સેન્ટર પર મંડપ બાંધવામાં છે. પરંતુ કારેલીબાગ વિસ્તારમાં મેન્ટલ હોસ્પિટલ ખાતે કાર્યરત વેક્સીનેશન સેન્ટર પર લોકોને ધોમધખતા તાપમાંથી રાહત મળે તેવા પ્રયાસોમાં ચુંટાયેલી પ્રતિનીધીઓ અને તંત્રની નિરસતા જોવા મળી રહી છે. અને તાપમાં લોકો લાઇનમાં ઉભા રહેવા માટે મજબુર બન્યા છે.

વડોદરામાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. તેવા સમયે એક તરફ લોકોને કામ વગર ઘરમાંથી બહાર નહિ નિકળવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ વેક્સીનેશન વ્યાપક પ્રમાણમાં થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ ઉનાળાની મોસમ ચાલી રહી છે. બપોરે ધોમધખતા તાપમાં પણ લોકો વેક્સીનેશન સેન્ટર પર લાઇનોમાં ઉભા જોવા મળી રહ્યા છે. ઉનાળામાં ગરમીની સ્થિતીને ધ્યાને રાખીના પાલિકા તંત્ર દ્વારા વેક્સીનેશન સેન્ટર પર મંડપ બાંધવામાં આવ્યા છે. અને લોકો માટે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

પરંતુ કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલા વેક્સીનેશન સેન્ટર પર લોકોને છાંયડો મળી રહી તેવી વ્યવસ્થા કરવામાં ચુંટાયેલી પ્રતિનીધીઓનું નિરસ વલણ સામે આવ્યું હતું. અહિં તંત્ર દ્વારા મંડપની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેને લઇને લોકો વેક્સીન લેવા માટે ધોમધખતા તાપમાં લાઇનોમાં ઉભા રહેવા મજબુર બન્યા છે. લાઇનમાં જે જગ્યાએ ઝાડનો છાંયડો આવે ત્યાં લોકો વધારે સમય ઉભા રહેવાનું પસંદ કરે છે. એક મહિનાથી વધુ સમયથી મેન્ટલ હોસ્પિટલમાં વેક્સીનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ અહિંયા મંડપની વ્યવસ્થા કરવામાં આવી નથી. કોરોના કાળમાં ચુંટાયેલા પ્રતિનીધીઓએ લોકોને પડતી હાલાકી દુર કરવાના પ્રયાસો કરવા જોઇએ.

તાપથી રાહત મેળવવા માટે વેક્સીનેશન સેન્ટર નજીક અને કતારમાં ઝાડ પાસે લોકો મોટી સંખ્યામાં એકત્ર થતા જોવા મળ્યા હતા. જેને પગલે વેક્સીનેશન સેન્ટર પર જ કોવિડ ગાઇડલાઇન સોશિયલ ડિસ્ટન્સીંગનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. વેક્સીન લેવા માટે આવતા લોકોને તંત્ર દ્વારા મદદરૂપ થવા માટે તુરંત આગળ આવવું જોઇએ.

મેન્ટલ હોસ્પિટલ સ્થિત વેક્સીનેશન સેન્ટરના વ્યવસ્થાપક અને મહિલા કોર્પોરેટર રૂપલ મહેતાએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અહિંયા મંડપની વ્યવસ્થા નથી. મંડપ બાંધવા અંગે આગળ રજુઆત કરવામાં આવી છે. ટુંક સમયમાં મંડપ બાંધી દેવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud