• રાજ્યમાં રેમડીસીવીર ઇન્જેક્શનની ભારે અછત સમયે સી. આર. પાટીલ દ્વારા ભાજપા કાર્યાલય ખાતેથી મફતમાં ઇન્જેક્શનની વહેચણી કરવામાં આવી હતી
  • બેડની વ્યવસ્થા વ્યક્તિગત કરવાની હોવાથી તાત્કાલિક ધોરણે આ વ્યવસ્થા ઊભી કરવી એ લોઢાના ચણા ચાવવા સમાન
  • કોરોનાના કેસો વધવાની સાથે તંત્ર દ્વારા પારુલ હોસ્પિટલ, ધીરજ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલ હોસ્પિટલ ખાતે બેડ વધારવાની અને ઓક્સિજન ટેન્ક ફિટ કરવાની કામગીરી ઝડપભેર કરાઈ

WatchGujarat. વડોદરા સહિત રાજ્યમાં સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખે વર્ચ્યુઅલ મિટિંગમાં ધારાસભ્યો-સાંસદોને વ્યક્તિગત 100 બેડની જવાબદારી અપાઈ હતી. અને તે મુજબ શહેરમાં ચુંટાયેલી પ્રતિનીધીઓ દ્વારા વધારાના 600 બેડની વ્યવસ્થા કરાશેે. શહેરમાં લોકસભાની 1 અને વિધાનસભાની 5 બેઠક છે અને આ તમામ 6 બેઠકો ભાજપના ખોળામાં છે.

વડોદરામાં 10 દિવસથી રોજ 400થી વધુ પોઝિટિવ કેસ સત્તાવાર રીતે નોંધાઈ રહ્યા છે. કોરોનાને પહોંચી વળવા બેડની સંખ્યામાં વધારો કરવાનું આયોજન તંત્ર કરી રહ્યું છે અને હાલમાં 11,499 બેડની સામે 8451 બેડ દર્દીથી ભરાયા છે અને તેમાં ઓક્સિજન પર 3626 અને આઇસીયુમાં 1822 દર્દી છે. આ સંજોગોમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે રાજ્યના ભાજપના આગેવાનો, હોદ્દેદારો, ધારાસભ્યો અને સાંસદો સાથે ઓનલાઇન બેઠક કરી હતી. જેમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યમાં ઊભી થનારી ચિંતાજનક સ્થિતિ પર ચર્ચા કરાઈ હતી.

બેઠકમાં દરેક ધારાસભ્ય અને દરેક સાંસદ 100 બેડની જવાબદારી વ્યક્તિગત ધોરણે લે તેવું સૂચન કરાયું હતું અને તેનો અમલ વહેલી તકે થાય તેવી જાણ કરાઈ હતી. શહેર માટે 1 સાંસદ અને 5 ધારાસભ્યો છે ત્યારે આવનારા દિવસોમાં કોરોનાના દર્દીઓ માટે વધારાના 600 બેડની વ્યવસ્થા ઊભી થશે તેવું ચિત્ર હાલમાં ઉપસ્યું છે. આ બેડની વ્યવસ્થા વ્યક્તિગત કરવાની હોવાથી તાત્કાલિક ધોરણે આ વ્યવસ્થા ઊભી કરવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રેમડીસીવીર ઇન્જેક્શનની ભારે અછત સમયે સી. આર. પાટીલ દ્વારા ભાજપા કાર્યાલય ખાતેથી મફતમાં ઇન્જેક્શનની વહેચણી કરવામાં આવી હતી. ત્યાર બાદ ગતરોજ તેઓએ જસદણ ખાતે તૈયાર કરાયેલા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. અને ત્યાર બાદ હવે ચુંટાયેલા પ્રતિનીધીઓને વ્યક્તિ દીઠ 100 બેડની કોવિડ કેર ફેસીલીટી વહેલી તકે તૈયાર કરવા માટે જણાવાયું હતું.

પાયોનિયર હોસ્પિટલમાં 500 બેડની સુવિધા શરૂ

કોરોનાના કેસો વધવાની સાથે તંત્ર દ્વારા પારુલ હોસ્પિટલ, ધીરજ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલ હોસ્પિટલ ખાતે બેડ વધારવાની અને ઓક્સિજન ટેન્ક ફિટ કરવાની કામગીરી ઝડપભેર કરાઈ રહી છે. પાયોનિયર હોસ્પિટલ ખાતે રવિવારે 500 બેડની સુવિધા ધમધમતી થઇ હતી. જેમાં 100 બેડ આઇસીયુના તૈયાર કરાયા છે.

હોસ્પિટલમાં 20 હજાર લિટરની ઓક્સિજન ટેન્ક ફિટ કરાઈ હતી. ઉપરાંત પારુલ હોસ્પિટલમાં ક્ષમતા વધારી 580 બેડની કરાઇ હતી. જ્યારે ધીરજ હોસ્પિટલમાં 600 બેડમાંથી 300 ફ્રી બેડ અને 75 વેન્ટિલેટર્સ સાથેના 200 આઇસીયુ બેડ છે. આ હોસ્પિટલ ખાતે બેડની ક્ષમતા વધારીને 1000 કરાશે. સમરસ હોસ્ટેલ ખાતે રવિવારે દર્દીઓનું શિફ્ટિંગ કરાયું હતું. આ હોસ્પિટલ ખાતે 50થી વધુ દર્દી સારવાર લઇ રહ્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud