કોરોના ટાણે મતદાન માટે વહીવટી તંત્રેતકેદારીના તમામ જરૂરી પગલાં લીધા
રાજ્ય ઈલેક્શન કમિશન દ્વારા સ્ટાફ તેમજ 14 લાખથી વધુ મતદારો માટે 14.68 લાખ હેન્ડ ગ્લવ્ઝ મતદાન કરવા અપાશે
મતદાન કરવા આવતાં મતદારોનો બૂથ બહાર મેડિકલ ટીમ દ્વારા થર્મલ ગનથી શરીરનું તાપમાન માપવામાં આવશે
WatchGujarat. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021માં મહાનગરપાલિકાના 19 વોર્ડના 1,295 મતદાન મથક પર 21 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. કોવિડ-19ની મહામારીના પગલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્ય ઈલેક્શન કમિશન દ્વારા સ્ટાફ તેમજ 14 લાખથી વધુ મતદારો માટે 14.68 લાખ હેન્ડ ગ્લવ્ઝ મતદાન કરવા માટે આપવામાં આવશે. આ ઉપરાંત મતદારોના હાથ સેનેટાઈઝ કરવા માટે બૂથ પર 9 હજારથી વધુ સેનેટાઈઝર બોટલોનો ઉપયોગ કરવામાં આવનાર છે. રાજ્યના ઈલેક્શન કમિશન દ્વારા કોવિડની ગાઈડલાઈન અનુસાર, દરેક શહેરમાં મતદાન માટે જરૂરી સેનેટાઈઝિંગ પ્રોડક્ટ મોકલવામાં આવે છે.
જેમાં થર્મલ ગન, ફેસ શીલ્ડ, થ્રી લેયર માસ્ક, એન-95 માસ્ક, હેન્ડ ગ્લવ્ઝ, સેનેટાઈઝર સ્પ્રેનો સમાવેશ કરવામાં આવે છે. મતદાન બૂથ પર મતદાન કરવા આવતા મતદારોને એક હાથે યુઝ એન્ડ થ્રો પ્લાસ્ટિક હેન્ડ ગ્લવ્ઝ પહેરાવવામાં આવશે. જે પહેર્યા બાદ મતદાર બૂથમાં જઈ મતદાન કરી શકશે. મતદાન કર્યા બાદ મતદારે હેન્ડ ગ્લવ્ઝ કાઢીને તેને ડસ્ટબીનમાં નાખી તેનો નિકાલ કરવાનો રહેશે.
મતદાન કરવા આવતાં મતદારોનો બૂથ બહાર મેડિકલ ટીમ દ્વારા થર્મલ ગનથી શરીરનું તાપમાન માપવામાં આવશે. ત્યારબાદ તેમના હાથ સેનેટાઈઝ કરાવીને તેમને હેન્ડ ગ્લવ્ઝ પહેરવા આપવામાં આવશે. મતદારોએ બૂથ બહાર પણ ડિસ્ટન્સ જાળવવું પડશે.