28 મી ફેબ્રુઆરીના રોજ દાહોદ જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને લઇ દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ કામગીરી કરી રહી છે
23, જાન્યુઆરી - 26 ફેબ્રુઆરી સુધીમાં દાહોદ જિલ્લા પોલીસે જુદી જુદી જગ્યાએથી રૂપિયા 75 લાખનો વિદેશી દારૂ પકડાયો
દારૂ વહેચતો વિડીયો દાહોદ નજીકના ગામનું હોવાનું પ્રાથમિક અનુમાન
WatchGujarat. દાહોદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને લઇ દારૂની હેરાફેરી પર અંકુશ લાદી દીધો હોવાના મક્કમ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. તેવા સમયે ચૂંટણી ની મિટિંગ બાદ કેસરીયો ખેસ ધારણ કરેલા સમર્થકો દ્વારા દારૂનો ખુલ્લેઆમ વિતરણ કરાયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને લઇને રાજકીય મેરચો ખળભળાટ મચી જવા પામ્યો છે
https://youtu.be/wQ-uq82ZrDM
28 મી ફેબ્રુઆરીના રોજ દાહોદ જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને લઇ દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ કામગીરી કરી રહી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદોને જોડતા માર્ગો પર બંને પડોશી રાજ્યોના પોલીસ અધિકારીઓ સાથેના પરામર્શ બાદ 24 જેટલી ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવી હતી. 23, જાન્યુઆરી - 26 ફેબ્રુઆરી સુધીમાં દાહોદ જિલ્લા પોલીસે જુદી જુદી જગ્યાએથી રૂપિયા 75 લાખનો વિદેશી દારૂ પકડી હોવાનું જિલ્લા પોલીસ વડાએ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં ચૂંટણી સંદર્ભે યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
જો કે તેવા જ સમયે રાજકીય પાર્ટીનો કેસરીયો ખેસ કરેલા કાર્યકર્તાઓ એક ચુંટણી લક્ષી સભા મંડપમાં ખુલ્લેઆમ પેટીઓ ખોલીને દારૂનું વિતરણ કરી રહ્યા હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. આ વિડીયો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના જંબુસર ગામ માં ચુંટણી મીટીંગ બાદ લોકોને દારૂનું વિતરણ કરાતું હોવાનું પ્રાથમિક અનુમાન છે. દારૂ વિતરણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જિલ્લા – તાલુકા પંચાયતની ચુંટણી પહેલા દારૂ અને રોકડા પકડી પાડવામાં આવી રહ્યા છે. તેમ છત્તા બેખૌફ થઇને રાજકીય પક્ષો દ્વારા મતદાન પહેલા દારૂની વહેંચણી કરવાનો વિડીયો વાઇરલ થતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો.
વિડીયો વાઇરલ થતા પોલીસ એક્શનમાં આવી
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ચૂંટણીના સમયે દાહોદ જિલ્લામાં કથિત શરાબ સેવનની પ્રવૃત્તિ બાબતે લીમખેડાના નાયબપોલીસ અધિક્ષકને હકીકત ચકાસવા માટે તપાસ સોંપવામાં આવી છે. વાયરલ થયેલા વિડીઓનું બારીકાઇ પૂર્વક નિરીક્ષણ કરી, તેના વિવિધ પાસાઓ તપાસી તેમાં થઇ રહેલી પ્રવૃત્તિ દાહોદ જિલ્લામાં જ થઇ છે કેમ ? તે ઉપરાંત તેમાં રહેલા વ્યક્તિની ઓળખ મેળવવાની બાબતો માટે ફોરેન્સીક નિષ્ણાંતોની મદદ લેવામાં આવી રહી છે. સર્વગ્રાહી તપાસની હકીકતોને આધારે તેમાં સંડોવાયેલા કોઇ પણ આરોપીઓને છોડવામાં નહી આવે અને તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
નોંધ – watchgujarat.com સોશિયલ મિડીયામાં વાઇરલ વિડીયો અંગે કોઇ પુષ્ટિ કરવામાં આવતી નથી.