• મતદાન બાદ મતપેટી પોલીટેકનીક કોલેજ ખાતે પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે મુકવામાં આવી
  • ફતેગંજ બ્રિજ થી ફતેગંજ સર્કલ થી પંડ્યા બ્રિજ ની નીચેના બંને તરફના રસ્તા પર નો-પાર્કિંગ ઝોન જાહેર
  • મતગણતરી બાદ તમામ રસ્તાઓ દર વખતની જેમ ખોલી કાઢવામાં આવશે

WatchGujarat. આગામી 23 ફેબ્રુઆરીએ પંડ્યા બ્રિજ પાસેની પોલીટેકનીક કેમ્પસ માં યોજાનારી મતગણતરી ને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા નો પાર્કિંગ નો એન્ટ્રી તથા વૈકલ્પિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. પોલીસ કમિશ્નર ડો.સમશેરસિંહ એ પ્રસિદ્ધ કરેલા જાહેરનામા મુજબ 23 ફેબ્રુઆરીએ સવારે પાંચ વાગ્યાથી મતગણતરી ની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી પોલીટેકનીક કેમ્પસ ખાતે તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરાયું છે.

ફતેગંજ બ્રિજ થી ફતેગંજ સર્કલ થી પંડ્યા બ્રિજ ની નીચેના બંને તરફના રસ્તા પર નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયું છે. જાહેરનામા મુજબ ફતેગંજની પંડ્યા બ્રિજ તરફ, ગેંડા સર્કલ થી પંડ્યા બ્રિજ તરફ, પંડ્યા બ્રિજ નીચેથી યુનિવર્સિટી તરફ નીચે પોલી ટેકનીક કોલેજ થી ફતેગંજ સર્કલ સહિતના રસ્તા પર જઈ શકાશે નહીં જ્યારે પંડ્યા બ્રિજ ઉપર થઈ ફતેગંજ તરફ જઇ શકાશે નહીં જ્યારે ફતેગંજ બ્રિજ ના છેડા થી ઇ એમ ઇ તરફ થી ફતેગંજ બ્રીજ ઉપર જઈ શકાશે નહીં. ભારદારી વાહનો એલ એન્ડ ટી સર્કલ થી ફતેગંજ તરફ આવી શકશે નહીં જ્યારે એસ.ટી બસો જુના ઘોડા સર્કલ થી ફતેગંજ સર્કલ જ્યારે ડેપોથી પોલિટેકનિક તરફના રસ્તેથી જઈ શકશે નહીં.

લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ જાહેર કરાઈ છે. ફતેગંજ સર્કલથી નરહરિ સર્કલથી કાલાઘોડા તરફ, નિઝામપુરાથી મહેસાણા નગર તરફ વાહનચાલકો જઈ શકે છે. ગેંડા સર્કલ થી અલકાપુરી તરફ થઈ રેલ્વે સ્ટેશન તરફ જઈ શકાશે. ગોરવા રોડ થી નવાયાર્ડ રીતે થઈ છાણી જકાત નાકા તરફ જઇ શકાશે. એમ જાહેરનામામાં જણાવાયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud