• કોરોના સામે સહેજ પણ ચુક જીવલેણ નિવડી શકે
  • દાંડિયાબજાર સેલુગુરની વાડીમાં ESI દવાખાનામાં તબિબ અને દર્દીઓ માસ્ક વગર જોવા મળતા મુલાકાતી ચોંકી ઉઠ્યા
  • માસ્ક નહિ પહેર્યા અંગે ડોક્ટરનું ધ્યાન દોરતા તેઓએ છણકો કર્યો
  • જોઇન્ટ એન્ફોર્સની ટીમે સરકારી કચેરી અને દવાખાનામાં પણ માસ્ક ચેકીંગની કામગીરી કરવી જોઇએ

Watchgujarat. સોમવારે દાંડિયાબજાર ખાતે આવેલા ESI દવાખાનામાં ડોક્ટર્સ અને દવા લેવા આવેલી દર્દીઓ માસ્ક વગર બેફીકર થઇને બેઠેલા જોવા મળ્યા હતા. સામાન્ય નાગરીક જો માસ્ક વગર જોવા મળે તો તેને હાર પહેરાવીને તેની ભુલનો અહેસાસ કરાવવામાં આવે છે.  ESI દવાખાનામાં માસ્ક વગર જોવા મળતા લોકો સામે શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું.

વડોદરા સહિત રાજ્યભરમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. રોજે રોજ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેવા સમયે એક તરફ સરકાર દ્વારા વેક્સીનેશન પર જોર મુકવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ લોકોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થઇ રહ્યું છે કે નહિ તેની ચકાસણી કરવા માટે જોઇન્ટ ઓન્ફોર્સમેન્ટ ટીમ સઘન દેખરેખ રાખી રહી છે. કોરોના સામે સહેજ પણ ચુક જીવલેણ નિવડી શકે છે. શહેરમાં કોરોનાના કટોકટી કાળમાં પણ લોકો કોવિડ ગાઇડલાઇનના પાલનમાં બેદરકારી દાખવી રહ્યા છે.

Watchgujarat.com ને મળેલી વિગતો પ્રમાણે, દાંડિયાબજાર સેલુગુરની વાડીમાં ESI દવાખાનું આવેલું છે. આજે સવારે ત્યાં દર્દીની મુકાલાત દરમિયાન અત્યંત ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. દવાખાનામાં હાજર ડોક્ટર અને દર્દીઓ માસ્ક વગર બેફીકર થઇને બેઠેલા જોવા મળ્યા હતા. જાગૃત નાગરીકે માસ્ક નહિ પહેર્યા અંગે ટકોર કરી તો ડોક્ટરે સીધો છણકો કર્યો હતો. ESI દવાખાનામાં હાજર તબિબ માસ્કનું મહત્વ નહિ જાણતા હોય તેવું માની શકાય નહિ. તબિબ દ્વારા જાતે જ માસ્ક નહિ પહેરવામાં આવે તે કેટલું બેજવાબદારી ભર્યુ આચરણ તે આપણે સૌ જાણીએ છીએ. દવાખાનામાં જ્યાં રોજ અનેક લોકોની અવર જવર હોય છે ત્યાં માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સીંગનુ સુસ્ત પણે પાલન થવું જોઇએ. તેનાથી ઉલટું અહિંયા તો લોકો દવાખાનામાં બિંદાસ્ત જોવા મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થઇ રહ્યું છે કે નહિ તેની ચકાસણી કરવા માટે જોઇન્ટ એન્ફોર્સમેન્ટની ટીમ શહેરભરમાં કામગીરી કરી રહી છે. તાજેતરમાં માસ્ક નહિ પહેરનાર યુવકોને જાહેરમાં હાર પહેરાવીને તેમના કૃત્ય અંગે સજાગતા લાવવા માટે અનોખો પ્રયોગ કર્યો હતો. જો જોઇન્ટ એન્ફોર્સમેન્ટની ટીમ સરકારી કચેરીઓ અને દવાખાનામાં જાય તો પણ તેઓને માસ્ક વગર ફરતા અનેક બેજવાબદાર લોકો મળી શકે છે. સરકારી કચેરીઓ અથવા દવાખાનામાં પણ જો કોઇ વ્યક્તિ માસ્ક વગર જોવા મળે તો તેની સામે પણ સમજાવટના અનોખા પ્રયોગો કરવા જોઇએ.

કોરોના સામેની જંગ જીતવા માટે તમામે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું અને ઉંમર અનુસાર વેક્સીન લેવી પડશે. કોરોના સામે થોડીક પણ લાપરવાહી જીવલેણ નિવડી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud