WatchGujarat. પાલિકાની 19 વોર્ડની 76 સીટ માટે 1295 બૂથ પર યોજાયેલી ચૂંટણીમાં 1295 કંટ્રોલ યુનિટ અને 1931 બેલેટ યુનિટનો ઉપયોગ થયો હતો. જેમાં મોકપોલ વેળા 3 બેલેટ યુનિટ અને 3 કંટ્રોલ યુનિટ ઉપરાંત મતદાન સમયે 19 બેલેટ અને 7 કંટ્રોલ મશીન બદલવાનો વારો આવ્યો હતો.
દિવાળીપુરા વોર્ડ 10માં ડી.આર.અમીન સ્કૂલમાં ઈવીએમ હેંગ થતાં મતદારોને 1 કલાક રાહ જોવી પડી હતી, જેના પગલે બૂથ બહાર લાઈન લાગી હતી. બગીખાના સ્થિત નવજીવન સ્કૂલમાં બપોરે 3 વાગે ઈવીએમમાં 1 અને 2 નંબરનું બટન કામ ન કરતું હોવાની ફરિયાદ ઊભી થઈ હતી. જેમાં ભાજપના ટેકેદારોએ હોબાળો કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું. જ્યારે ઈવીએમમાં મળેલી ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ લવાયું હતું. હોબાળો થતાં બૂથમાં હાજર પોલીસે પણ સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.
વિવિધ વોર્ડમાં બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટમાં ખામીની ફરિયાદ અંગે પ્રિસાઇડિંગ ઓફિસરે જણાવ્યું કે, મતદારો ઈવીએમમાં બટન ખૂબ જોરથી દબાવતા હોય છે. જેથી બટન દબાયેલું રહેતું હતું. જેથી એક્સપર્ટને બોલાવીને તેનું નિરાકરણ લવાયું હતું. મોટાભાગની ફરિયાદ બટન કામ ન કરતું હોવાની હતી. ચૂંટણી સમયે ઈવીએમ ટેક્નિશિયનોની ટીમ પણ હતી, જે નાની-મોટી ફરિયાદો આવે તેનો તાત્કાલિક નિરાકરણ પણ લાવતી હતી. સમાની જીવન ચેતના સ્કૂલના મતદાન મથકમાં બપોરે 12 વાગ્યા પછી 7 નંબરનું બટન કામ કરતું ન હતું. જેથી કોંગ્રેસના ઉમેદવારોએ સ્થળ પર પહોંચી અધિકારીઓ સાથે બોલાચાલી કરી હતી. ઉમેદવારોએ હોબાળો મચાવી કાર્યવાહીની માગ કરી હતી.
જોકે કોઈ જગ્યાએ EVM ના કારણે મતદાન પર મોટી અસર પડી હોય તેવી ઘટના સામે આવી ન હતી. એકંદરે શાંતિ પૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું હતું.
4 કંટ્રોલ યુનિટ પણ બદલવાં પડ્યાં
વોર્ડ નં.
બેલેટ
યુનિટ
1
4
6
1
7
3
10
4
12
2
13
1
14
1
16
1
17