WatchGujarat. શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં એક જ પરિવારના 6 લોકોએ સામુહિક આપઘાત કરવાનો પ્રયાસ કરવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, એક જ પરિવારના 6 લોકોએ ઝેરી દવા પીને જીવન ટુંકાવાનો પ્રયાસ કર્યો છે. એક જ પરિવારની ત્રણ મહિલા, એક બાળક અને 2 પુરૂષોએ જીવન ટુંકાવના પ્રયાસને પગલે હડકંપ મચી ગયો છે. સમગ્ર મામલાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી શરૂ કરી દીધી છે.
હાલ તમામને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ચકચારી ઘટના અંગે વધુ માહિતી મેળવવાના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે.
એક જ પરિવારના છ લોકોએ જીવન ટુંકાવવાનો પ્રયાસ કરતા સોસાયટીના લોકો એકત્રિત થયા હતા. અને જીવન ટુંકાવવા પ્રયાસ અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.