દાદા, પૌત્ર અને પૌત્રીના મોત બાદ સબંધીઓ અંતિમ ક્રિયા કરવા માટે સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતા.
એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતાં હોસ્પિટલમાં હ્રદય દ્રાવક દ્રશ્યો સર્જાય
સોની પરિવારના અન્ય ત્રણ સભ્યો હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ
સાસુ અને પુત્ર વધુની હાલત વધુ ગંભીર, ભાવીન સોનીની તબિયત સ્થિર
WatchGujarat. શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારના 6 સભ્યોએ ગત રોજ કોલ્ડ ડ્રિંક્સમાં ઝેરી ભેળવીને ગટગટાવી લીધી હતી. સામૂહિક આપઘાતના આ ચકચારી બનાવમાં પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે મૃત્યુ પામેલા 4 વર્ષીય પૌત્ર, દાદા અને પૌત્રીનો મૃતદેહ અંતિમ ક્રિયા માટે સયાજી હોસ્પિટલમાં સબંધીઓ પહોંચતા હ્રદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.
સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતો સોની પરિવાર છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસમાં આવી ગયો હતો. જેથી પરિવારે સ્વમાલિકીનુ મકાન પણ વેચવા માટે કાઢ્યું હતુ. નરેન્દ્રભાઇ સોનીનો પ્લાસ્ટીકનો વેપાર ઠપ થઇ ગયો અને બીજી તરફ પુત્ર ભાવીનને કોમ્પ્યૂટરના કામમાં રૂપિયા મળતા ન હતા. પેટનો ખાડો પુરવા માટે પરિવારે 16 વર્ષીય પુત્રી રીયાની સાયકલ પણ વેચી નાખી હતી. આ આર્થિક તંગીના કારણે સોની પરિવારના 6 સભ્યોએ એક સાથે કોલ્ડ ડ્રિંક્સમાં ઝેરી દવા ભેળવી ગટગટાવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ હચમચાવી દેતી ઘટનામાં ઘરના મોભી નરેન્દ્રભાઇ સોની, તેમની પૌત્રી રીયા અને પૌત્ર પાર્થનુ મોત નિપજ્યું હતુ. જ્યારે પુત્ર ભાવીન સોની, પત્ની ઉર્વશીબેન સોની અને પુત્રવધુ દિપ્તીબેન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યાં સાસુ અને પુત્રવઘુની હાલત નાજુક હોવાનુ જાણવા મળી રહ્યું છે. બીજી તરફ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવી દેતા સબંધીઓ અંતિમ ક્રિયા માટે મૃતદહે લેવા સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતા. જ્યાં 4 વર્ષના પાર્થના પાર્થિવ દેહને હાથમાં લેતા જ મામા-મામી ચોંધાર આંસુએ રડી પડ્યાં હતા. સામૂહિક આત્મહત્યાના પ્રયાસ બાદ ત્રણ લોકોએ જીવ ગુમાવતા સગા સબંધીઓએ ભારે હ્રદયે અંતિમ યાત્રામાં જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોની પરિવારે ગત સાંજે આર્થક ભીંસ વધતા ઝેરી દવાપીને સામુહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના ત્રણ સભ્યો હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને ત્રણનું મોત નિપજ્યું હતું. અને આખુય પરિવાર વિખેરાઇ ગયું હતું. લોકોમાં કંપારી છુટી જાય તેવી ઘટના ગત સાંજે સમા સ્થિત સ્વાતિ સોસાયટીમાં ઘટી હતી. ઘટનાના બીજા દિવસે અનેક લોકો ત્રણ પાર્થિવ દેહની અંતિમ ક્રિયામાં જોડાયા હતા. અશ્રુભીની આંખે લોકોએ ત્રણેયને વિદાય આપી હતી.