• આર્થિક ભીંસને કારણે નરેન્દ્ર સોનીના પરિવારજનોએ એક સાથે કોલ્ડ્રિંક્સમાં ભેળવી ઝેરી દવા ગટગટાવી.
  • નિઝામપુરાની સ્વાતિ સોસાયટીમાં રહેતાં નરેન્દ્ર સોની મંગળબજારમાં પ્લાસ્ટિકની દુકાન ધરાવે છે.
  • કોરોના કાળમાં આર્થિક સ્થિતિ કથળી જતાં પોતાનું મકાન વેચવા કાઢી, પરિવાર ભાડાના મકાનમાં રહે છે.

WatchGujarat. કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતીમાં અનેક લોકોને આર્થિક રીતે ખુવાર કરી દીધા છે. કેટલાક લોકોએ કોરોના કાળમાં ધંધો રોજગાર બદલીને જીવનને નવી દિશા તરફ વાળી દીધી હતી. તો કેટલાક લોકો માટે જીવનનો અંત નજીક આવ્યો હોય તેવો અહેસાસ થતો હતો. બુધવારે સમા વિસ્તારમાં આવેલી જાણીતી સોસાયટીમાં રહેતા સોની પરિવારના 6 લોકોએ આર્થિક ભીંસને કારણે કોલ્ડ્રીંક્સમાં ઝેરી દવા ભેળવી સામુહિક આપઘાત કરવાની ઘટના સામે આવી હતી. જેને લઇને સમગ્ર શહેરમાં હડકંપ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના સમા વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નજીક સ્વાતિ સોસાયટી આવેલી છે. સ્વાતિ સોસાયટીમાં નરેન્દ્ર ભાઇ સોની તેમના પરિવાર સાથે રહેતા હતા. નરેન્દ્ર સોની મંગળબજારમાં પ્લાસ્ટીકના વેપાર સાથે સંકળાયેલા હતા. તેમનો પુત્ર ભાવિન કોમ્પ્યુટર રિપેરીંગનું કામ કરતો હતો.  કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતીમાં તેમને ધંધો ભાંગી પડ્યો હતો. અને આર્થિક ભીંસમાં મુકાયા હતા. દિવસે ને દિવસે આર્થિક ભીંસનો ગાળીયો વધુ મજબુત થયો હતો. જેને લઇને પરિવારજનોએ માનવ હ્રદયને કંપાવી નાંખે તેવો નિર્ણય લીધો હતો. પરિવારના તમામ સભ્યોએ કોલ્ડ્રીંગમાં ઝેર ભેળવીને સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ દોડતા થયા હતા.

પાડોશીએ પરિવારની મહિલાને આજે સવાલે 10 વાગ્યે છેલ્લા જોયા હતા

આર્થિક ભીંસમાં જીવન ટુંકાવનાર પરિવારની મહિલાને સવારે 10 વાગ્યે પાડોશીએ જોયા હતા. પાડોશીએ મિડીયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, સવારે બધું જ સામાન્ય લાગતું હતું. પરંતુ બપોર બાદ પરિવારજનોએ સામુહિક જીવન ટુંકાવવાનો પ્રયાસ કરવાને પગલે આસપાસના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.

ઝેરી દવા ગટગટાવતાં પહેલાં જાળીને તાળું મારી ચાવી બહાર ફેંકી દીધી. 

આર્થિક સંકળામણથી ત્રસ્ત નરેન્દ્ર સોનીના પરિવારજનોએ એક સાથે આ ફાની દુનિયા છોડી દેવાનું નક્કી કરી લીધું હતું. જોકે, છેલ્લી ઘડીએ પરિવારની કોઈ વ્યક્તિની હિંમત તૂટી ના જાય તે માટે ઘરની મુખ્ય જાળીને તાળું મારી ચાવી બહાર ફેંકી દેવામાં આવી હતી. ત્યારબાદ તમામ પરિવારજનોએ કોલ્ડ્રિંક્સમાં ભેળવીને ઝેર ગટગટાવી લીધું હતું. બનાવ અંગે જાણ થતાં દોડી આવેલી પોલીસને ઘરની બહાર પડેલી ચાવી તાળું ખોલવામાં મદદરૂપ થઈ હતી.

દરેક વ્યક્તિના ગ્લાસમાં એક સરખું ઝેર રહે તે માટે ડ્રોપરનો ઉપયોગ કરાયો

સોની પરિવારના 6 સભ્યોએ કોલ્ડ્રીંક્સમાં ઝેર ભેળવીને જીવન ટુંકાવવાનો પ્રસાય કર્યો છે. કોલ્ડ્રીંક્સમાં ઝેર ભેળવવા માટે પરિવારના સભ્યએ ડ્રોપર (માપિયા)નો ઉપયોગ કર્યો છે. માહિતી પ્રમાણે, તમામ લોકોના પીણાંમાં ઝેરનું પ્રમાણ સરખું રાખવા માટે ડ્રોપરનો ઉપયોગ કર્યો હતો. અને ભાડાના ઘરમાં જ જીવનનો અંત આણવાનો સામુહિક પ્રયાસ કરાયો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ઝેર ગટગટાવ્યા બાદ પરિવારના જ એક સભ્યએ પોલીસને ઘટનાની જાણ કરી

પ્રાથમિક માહિતી પ્રમાણે, સોની પરિવારના 6 લોકોએ પોતાના ઘરે ઝેરી દવા કોલ્ડ્રીંકમાં નાંખીને ગટગટાવી હતી. પરિવારમાંથી જ એક સભ્યએ દવા ગટગટાવ્યા બાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસને સંદેશો મળતા જ તેઓ દોડતા થયા હતા. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ભાવિન સોની અને તેનો પુત્ર પાર્થ સોની

આર્થિક ભીંસ વધતા પોતાનું ઘર વેચવા કાઢી અને સોની પરિવાર ભાડે રહેતા હતા.

પ્લાસ્ટીકનો વેપાર કરતા સોની પરિવારે આર્થિક ભીંસ વધતાની સાથે પોતાની માલિકીનું ઘર વેચવા કાઢ્યું હતું. અને તેઓ પોતાના ઘરની સામે આવેલા ઘરમાં ભાડે રહેતા હતા. આમ, આર્થિક ભીંસ ઘટાડવા માટે સોની પરિવારે ઘર વેચવા કાઢ્યું હતું. પરંતુ સમસ્યાનો કોઇ હલ નિકળે તે પહેલા જ પરિવારના સભ્યોએ જીવન ટુંકાવ્યું હતું.

ઘટનામાં કોનું મોત થયું.

હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, સામુહિક આપઘાતમાં નરેન્દ્ર સોની (ઉં-60), રિયા સોની (ઉં-16) અને પાર્થ સોની (ઉં-4)નું મોત થયું છે. જ્યારે અન્ય ત્રણ લોકો દિપ્તી સોની, પુર્વી સોની, અને ભાવિન સોની શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud