• પારસનાથ યાદવ નામ ના દર્દી અંકલેશ્વર ખાતે કોવિડની સારવાર લઇ રહ્યા હતા
  • હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ ઇન્જકેશન બાદ તેમની તબિયત લથડી હોવાની રાવ સાથે હોસ્પિટલના તબીબો સાથે માથાકૂટ કરી
  • હોસ્પિટલ તેમના દાખલ દર્દીને ડોક્ટર હાથ પણ ના લગાવતા હોવાનું અને નર્સિંગ સ્ટાફ જ ઈલાજ કરાવાતા હોવાની સ્વજનો ની રાવ
  • ઈજાગ્રસ્ત ડોક્ટર કમર માં ફ્રેક્ચર થતા સારવાર અર્થે ખસેડાયા
  • 3 હુમલા ખોરો સામે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

Watchgujarat. અંકલેશ્વરની ઈ.એસ.આઈ.સી હોસ્પિટલના તબીબ પર દર્દી સ્વજનોનો હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પારસનાથ યાદવ નામ ના દર્દી કોવિદ સારવાર લઇ રહ્યા હતા. જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને લઇ દર્દી પુત્ર તેમજ અન્ય 2 ઈસમો દ્વારા હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ ઇન્જકેશન બાદ તેમની તબિયત લથડી હોવાની રાવ સાથે તબીબો સાથે માથાકૂટ કરી હતી.

હોસ્પિટલ તેમના દાખલ દર્દીને ડોક્ટર હાથ પણ ના લગાવતા હોવાનું અને નર્સિંગ સ્ટાફ  જ ઈલાજ કરાવાતા હોવાની સ્વજનો ની પણ ફરિયાદ કરી હતી. જયારે  ઈજાગ્રસ્ત ડોક્ટર કમર માં ફ્રેક્ચર થતા સારવાર અર્થે ખસેડાયા હતા.  બનાવ સંદર્ભે 3 હુમલા ખોરો સામે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અંકલેશ્વર ખાતે કાર્યરત કોવિડ ડેઝિગ્નેટેટ ઈ.એસ.આઈ.સી હોસ્પિટલ ખાતે ગત રાત્રી ના પારસનાથ રામપ્રસાદ યાદવ ના પરિજનો તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા હોબાળો મચાવ્યો હતો. બનાવની વિગતો અનુસાર ગત રાત્રી ના ઇએસઈસી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડૉ અબ્દુલ અઝીઝ ખત્રી ફરજ પર હતા તેવો પોતાની વિઝીટ પૂર્ણ કરી નીચે આવ્યા હતા ત્યારે ડૉ અર્જુન વસાવા જોડે રામપ્રસાદ યાદવ ના પુત્ર અને અન્ય ઈસમો બોલાચાલી કરી રહ્યા હતા અને તેવો દ્વારા જે ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું તેના કારણે તેમની તબિયત લથડી હોવાનું જણાવી માથાકૂટ કરી રહ્યા હતા. અને બીભત્સ ગાળો બોલી રહ્યા હતા અને તેવો દ્વારા કોરોના ની બીમારી છે અને સારવાર તો કરીએ છીએ તેમજ જણાવી તેવો બહાર નીકળી રહ્યા હતા.

દરમિયાન તેમનો પીછો કરી ત્રણેય ઈસમો તેમની પાછળ પાછળ બહાર આવ્યા હતા ને જ્યાં આવી તેમને ઢીકાપાટુ નો માર મારવા લાગ્યા હતા અને માર મારતા તેમની બમ સાંભળી હોસ્પિટલ નો સ્ટાફ તેમજ ડૉ ધર્મેશ વસાવા પણ દોડી આવ્યા હતા. અને તેમને બચાવી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જ્યાં થી તેમને પ્રથમ સારવાર સરદાર પટેલ અને ત્યરબાદ જીઆઇડીસીની સ્વાસ્થમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બનાવ સંદર્ભે  ડૉ અબ્દુલ અઝીઝ ખત્રી ફરિયાદ આધારે પોલીસે 3 ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. અંત્રે ઉલ્લેખનીય છે કે મૃતક કોરોના દર્દી પારસનાથ યાદવ પરિવારજનો તેમના દર્દી યોગ્ય સારવાર કરવામાં આવતી ના હોવાનું અને દર્દી ને ડોક્ટર ના બદલે નર્સો જ સારવાર કરી રહી હતી ડોકટરો અડકતા સુધ્ધાં ના હતા અને તેમના લીધેજ તેમનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ બાબતે ઈ.એસ.આઈ.સી હોસ્પિટલ ના ઇન્ચાર્જ ડૉ ધર્મેશ વસાવાનો સંપર્ક કરતા તેવો ફોન ના ઉઠાવતા ઘટના કેમ બની તે અંગે હજી જાણી શકાયું નથી. હાલ તો પોલીસે ડૉ અબ્દુલ અઝીઝ ખત્રીની ફરિયાદ આધારે વધુ તપાસ આરંભી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud