WatchGujarat. ડભોઇના રહેવાસી કાકાસસરા અને જમાઇ બાઇક લઇને રવિવારે બપોરે મકરપુરા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન ઢોર પકડવા માટેની કામગીરીમાં જોતરાયેલા ટ્રેક્ટરેની અડફેટે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સસરાનું સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે કાકા સસરાને વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા નજીક આવેલા મંડાળા ગામથી નારાયણ વસાવા અને અજય વસાવા નામના બે વ્યક્તિ વડોદરાના ગોત્રી વિસ્તારમાં બેસણામાં હાજરી આપવા જઈ રહ્યા છે. દરમિયાન વડોદરાના માણેજા વિસ્તારમાં પાલિકાની ઢોર ડબ્બાની ટીમના ટ્રેક્ટરે વોલ્ટેમ કંપની નજીક બાઇકને ટક્કર મારી હતી. ટક્કરને કારણે નારાયણ વસાવાને ગંભીર ઇજાઓ થવા પામી હતી. અકસ્માતને પગલે લોકટોળા એકત્રિત થઇ ગયા હતા. અને ટોળાએ પાલીકાના ઢોર પકડવાની ટીમની કાર પર પથ્થર મારી રોષ પણ વ્યક્ત કર્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાઇક પર સવાર બંને લોકોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરે નારાયણ વસાવાને મૃત જાહેર કર્યાં હતા અને અજય વસાવાની સારવાર શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

સમગ્ર ઘટના અંગે અજય વસાવાએ જણાવ્યું હતું કે, અમે બેસણામાં જવા માટે નીકળ્યા હતા, ત્ચારે ટેક્ટરે અડફેટે લેતા અમે બાઇક પરથી નીચે પટકાયા હતા. હું તો બચી ગયો હતો પરંતુ મારા દાદા સસરાનું મૃત્યું થયું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud