પરિવારમાં નાના પુત્રનો જન્મદિન હોવાથી નવી કાર ખરીદી હતી.
રાત્રે 10 વાગ્યાની આસાપાસ ચૌહાણ પરિવાર દ્વારકા દર્શન કરવા નવી કારમાં નિકળ્યો હતો.
વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ મોરબી પાસે હાઇવે પર નળ્યો અકસ્માત
કુતરાને બચાવવા જતા અકસ્માત થયો હતો.
એર બેગ ખુલતા દાદા અને ખોડામાં બેસેલી બાળકીનો બચાવ થયો હતો
WatchGujarat. શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા ચૌહાણ પરિવારના સભ્યો નવી ખરીદેલી કારમાં દ્વારકા દર્શન કરવા માટે નિકળ્યું હતુ. તેવામાં મોરબી નજીક હાઇવે પર વહેલી સવારે કારને આડે આવેલા કુતરાને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા કારમાં સવાર દંપતિનુ મોત નિપજ્યુ હતુ. જ્યારે ચૌહાણ પરિવારની બે બાળકીઓ સહીત સાત લોકોને ઇજા પહોંચી હતી.
શહેરના તરસાલી શરદ નગરમાં રહેતો વિક્કી જગદીશ ચૌહાણ પાલીકાના સ્વીમીંગ પુલમાં સિનિયર કોચ તરીકે ફરજ બજાવતા હતા. વિક્કીના નાના ભાઇ પાર્થની બર્થ ડે હોવાથી ગતરોજ તેમણે નવી અર્ટીકા કાર ખરીદી હતી. નવી કાર લઇને પરિવારજનોએ દ્વારકા દર્શન કરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. નવી કારમાં દ્વારકા દર્શન કરવા માટે વિક્કી, તેની પત્નિ રાધીકાબહેન, ટ્વીન્સ છોકરીઓ, પાર્થ અને મામા- મામી તથા માતા-પિતા રાત્રે 10 વાગ્યાની આસપાસ નિકળ્યા હતા.
નવી કાર લઇને દ્વારકા જઇ રહ્યા હતા દરમિયાન મળસ્કે 4 વાગ્યાની આસપાસ મોરબી પાસે પરિવારને અકસ્માત નડ્યો હતો. મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સાવડી ગામે કારની આડે કુતરૂ આવી ગયું હતું. કુતરાને બચાવવા જતા કાર પલ્ટી ખાઇ ગઇ હતી. અને કારમાં સવાર લોકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ગમખ્વાર અકસ્માતમાં પાલીકાના સ્વીમીંગ પુલના કોચ વિક્કી ચૌહાણ અને તેમની પત્નિ રાધીકાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર પરિવારના અન્ય સભ્યોને ઇજાઓ પહોંચતા તેમમે નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
અકસ્માતની જાણ થતાની સાથે ગ્રામજનો દોડી આવ્યા હતા. અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. દ્વારકા દર્શનાર્થે ગયેલા અન્ય પરિવારજનોને અકસ્માતમાં ઇજાઓ થવા પામી હતી. તમામને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રવિવારે સાંજે અકસ્માતમાં મૃત્યુ પામેલા દંપત્તિનો દેહ વડોદરા ખાતે લાવવામાં આવ્યો હતો. અને તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.