• ગત ચોમાસામાં અતિવૃષ્ટિ તથા નર્મદા ડેમમાંથી પાણી છોડવાના કારણે ખેતી પાકોમાં ખેડૂતોને નુકશાન થયું હતું
  • કરજણ અને શિનોર તાલુકાના નર્મદા નદી કિનારાના દસ – દસ ગામોમાં કુલ 2846 ખેડૂતોને 2231 હેકટરમાં થયેલ નુકસાન માટે હેકટર દીઠ રૂ 10,000/- વધુમાં વધુ બે હેકટર સુધી અને ખેડૂત દીઠ ઓછામાં ઓછા રૂ .5,000/- કૃષિ સહાય પેકેજ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું
  • ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વ્યક્ત કર્યો આભાર

#Vadodara - કરજણ અને શિનોર તાલુકાના ખેડૂતોને અતિવૃષ્ટિમાં થયેલ પાક નુકસાન અંગે સહાય ચૂકવાશે

WatchGujarat. ગત ચોમાસામાં અતિવૃષ્ટિ તેમજ નર્મદા ડેમમાંથી પાણી છોડવાના કારણે કરજણ અને શિનોર તાલુકાના ખેડૂતોને પાક નુકશાન થયું હતું.ધરતીપુત્રોના હિતની હંમેશા દરકાર કરતા સંવેદનશીલ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઈ પટેલે ખેડૂતોને થયેલ પાક નુકસાનીનું વળતર આપવા આ બંને તાલુકાના ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજ મંજૂર કર્યું છે.વડોદરા જિલ્લાના આ બંને તાલુકાના ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજ મંજૂર કરવાના રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયને આવકારી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.

વર્ષ 2020-21 માં ખરીફ ઋતુમાં અતિવૃષ્ટિ તથા નર્મદા ડેમ માંથી પાણી છોડવાના કારણે થયેલ ખેતી પાકોના નુકશાનના વળતર પેટે કરજણ અને શિનોર તાલુકાના નર્મદા નદી કિનારાના દસ – દસ ગામોમાં કુલ 2846 ખેડૂતોને 2231 હેકટરમાં થયેલ નુકસાન માટે હેકટર દીઠ રૂ . 10,000 વધુમાં વધુ બે હેકટર સુધી અને ખેડૂત દીઠ ઓછામાં ઓછા રૂ . 5000 કૃષિ સહાય પેકેજ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિન વસાવાએ જણાવ્યું છે.

મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલનો આ બંને તાલુકાના ખેડૂતોએ કૃષિ સહાય પેકેજ મંજૂર કરવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.

More #કરજણ #શિનોર #Farm #Relief #package #Unseasonable #Rain #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud