• રાજય સરકારે જીવામૃત્ત ખેતીને પ્રોત્સાહન આપવા ખેડુતોને કિટ આપી લાભાન્વિત કર્યા
  • રાજય સરકારની યોજના ખેતી, ખેતર અને સર્વગ્રાહી કલ્યાણકારી નીવડે તેમ છે

#Vadodara - જીવામૃત્ત અપનાવી ઝીરો બજેટ ખેતી શક્ય બની : કનુભાઈ પટેલ

WatchGujarat. તાજેતરમાં વરણામા ખાતે મુખ્યમંત્રી કિસાન યોજના અન્વયે સાત પગલા ખેડુત કાર્યક્રમ યોજાયો હતો. સરાર ગામના રહીશ એવા પટેલ કનુભાઇ રાસાયણિક ખાતરને બદલે જીવામૃત્ત ખેતી અપનાવી રહ્યા છે. તેમને આ યોજના અન્વયે જીવામૃત્ત કિટનો લાભ મળ્યો હતો.

કનુભાઇએકહ્યું કે, રાજય સરકારે ખેડુતના કલ્યાણને ધ્યાને લઇ અનેક યોજનાઓ અમલી કરી છે. આગામી પેઢીના ઉજ્જવળ ભાવિ માટે આ જીવામૃત્ત ખેતી સારી અને નફાકારક નીવડે છે. રાજય સરકારે જીવામૃત્ત ખેતીને પ્રોત્સાહન આપવા ખેડુતોને કિટ આપી લાભાન્વિત કર્યા છે. જીવામૃત્ત ખેડુત પોતે બનાવી શકે છે અને તેના કારણે રાસાયણિક ખાતરનો ઉપયોગ નહિવત થતો હોવાને લીધે ખેતી ખર્ચ ઘટ્યો છે, આથી ઝીરો બજેટ ખેતી શક્ય બને છે. જીવામૃત્તના ઉપયોગને લીધે પાક ઉત્પાદન વધુ અને સારું મળે છે, તેથી ભાવ વધુ મળે છે. બીજા ખેડુતો પણ લાભ લઇ શકે છે અને બીજા ખેડુતો પણ આ ખેતી પધ્ધતિ અપનાવે તે સારું છે. રાસાયણિક ખાતરથી થતાં નુકસાનથી બચી શકાય છે.

રાજય સરકારની યોજના ખેતી, ખેતર અને સર્વગ્રાહી કલ્યાણકારી નીવડે તેમ છે. વધુમાં જીવામૃત્તના ઉપયોગને પર્યાવરણને નુકસાન થતું નથી અને રોગમુક્ત જીવનના રાહ પર જવા તે ઉપયોગી નીવડે છે. કેન્સર, હ્યદય રોગ જેવા રોગો પણ થતાં અટકે છે.

More #જીવામૃત્ત #Farmer #using #govt #scheme #natural #fertilizer #Vadodara News #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud