મેકઅપ આર્ટટીસ્ટ યુવતીએ પહેલા મહિલાને કહ્યું તમારી બાળકીને રણદીપ હુડ્ડાની ફિલ્મમાં કામ મળશે કહીં રૂપિયા પડાવ્યાં
મુંબઇમાં સુબોધકુમાર નામની વ્યક્તિ સાથે મહિલાનો સંપર્ક કરાવી કલર્સ ચેનલની બેરીસટર બાબુ સીરીયલમાં કામ અપાવવાની વાત કરી રૂપિયા પડાવ્યાં
મહિલાએ મેકઅપ આર્ટટીસ્ટ ભૂમી પાઠક પાસે રૂપિયા પરત માંગતા ગલ્લા તલ્લા કરવા લાગી
મેકઅપ આર્ટટીસ્ટ યુવતી અને તેના સાગરીત સુબોધકુમાર સામે ગોરવા પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધ્યો
WatchGujarat. સીરીયલ અને ફિલ્મમાં કામ અપાવવાના બહાને મહિલા પાસેથી રૂ. 3.50 લાખ પડાવી લેનાર ભેજાબાજ બોલીવુડ મેકઅપ આટીસ્ટ યુવતી અને તેના સાગરીત સામે ગોરવા પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધ્યો છે. મેકઅપ આર્ટીસ્ટ યુવતીએ મહિલા અને તેના બાળકીને મુંબઇમાં ભાડે ફ્લેટ અપાવી સીરીયલમાં કામ અપાવવાની વાત કરી રૂ. 3.50 લાખ પડાવી સાગરીત સાથે રફુચક્કર થઇ ગઇ હતી.
ઉપરોક્ત બનાવ સંદર્ભે પ્રેમલતાબેન શર્માએ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, સુભાનપુરા સ્થિત કેફેમાં ચાલતા સલુનમાં કામ કરતી મહિલા મારફતે બોલીવુડ મેકઅપ આર્ટીસ્ટ ભૂમી પાઠક સાથે સંપર્ક થયો હતો. પ્રેમલતાબેનની 12 વર્ષીય દીકરીને ફિલ્મમાં કામ અપાવવાનુ કહીં ભૂમીએ લક્ષ્મી ફિલ્મ સીટીમાં યોજાયેલા એક બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવડાવ્યો હતો. જેમાં પ્રેમલતાબેનની દીકરી સિલેક્ટ થતાં કલર્સ ચેનલની બેરીસટર બાબુ સીરીયલમાં તેને કામ મળશે અને તેની માટે હું તમને બોમ્બે લઇ જઇશ.
ત્યારબાદ ભૂમી પાઠકે મહિલાને ફોન કરી જણાવ્યું કે, તમારી દીકરીને જે ફિલ્મમાં સાઇન કરાઇ છે તેનો હીરો રણદીપ હુડ્ડા છે. ફિલ્મમાં બુકીંગ કરાવવા માટે તમારે રૂ. 50 હજાર આપવા પડશે, જેથી મહિલાએ રૂ. 49 હજાર બેન્ક મારફતે ભૂમીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જોકે મહિલાએ રૂપિયા ચુકવ્યા બાદ રણદીપ હુડ્ડાની ફિલ્મમાં દીકરીને કામ નહીં પરંતુ સીરીયલમાં કામ કરાવવાનુ જણાવ્યું હતુ.
જેથી ભૂમી પ્રેમલતાબેન અને તેમની દીકરીને લઇને થોડા દિવસ બાદ બોમ્બે પહોંચી હતી. જ્યાં સબંધીને ત્યાં રોકવી સીરીયલના ડાયરેકટર તરીકેની સુબોધકુમારની ઓળખ આપી પ્રેમલતાબેનની મીટીંગ કરાવી હતી. જ્યાં સીરીયલમાં કામ અપાવવા માટે સુબોધને રૂ. 3 લાખ ભૂમી પાઠકે અપાવ્યાં હતા. અને જો કામ નહીં મળે તો રૂપિયા પરત અપાવવાની પણ જવાબદારી લીધી હતી.
ત્યારબાદ સીરીયલ માટે બાળકીના કપડાનુ માપ, એકટર કાર્ડ, ફોટો શુટ આમ ટુકડે-ટુકડે રૂ. 3,67,500 પ્રેમલતાબેને ચુકવ્યાં હતા. જેથી પૈકીના 15 હજાર રૂપિયા પરત આપી બાકીના રૂ. 3.52 લાખ પરત આપ્યા ન હતા. જેથી મહિલાએ આ મામલે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. ગોરવા પોલીસે મહિલાની ફરીયાદના આધારે ભૂમી પાઠક અને સુબોધકુમાર સામે છેતરપીંડી અને વિશ્વાસાઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.