• પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંગે ચાર્જ સંભાળ્યા બાદ રાજ્યના ગૃહમંત્રીના હસ્તે શી ટીમનું ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું
  • કોરોના કાળમાં શી ટીમે એકલવાયું જીવન જીવતા અથવાતો ભોજન સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની સગવડ કરવા માટે અશક્ત લોકોની સેવા કરી
  • અકોટા – દાંડિયા બજાર બ્રિજ પર ચાલવા અથવા સાયકલ ચલાવવા આવતી યુવતિની આધેડ રોમીયોએ છેડતી કરી
  • છેડતીના પ્રસાયોનો ઇગ્નોર કરવાથી સમસ્યાનો અંત નહિ આવ્યો, પરંતુ આધેડની હિંમત ખુલી
  • યુવતિને પરેશાન કરતા આધેડ રોમીયોને પાઠ ભણાવવા માટે શી ટીમનો સંપર્ક કરતા ફોન ઉપાડ્યો ન હતો

WatchGujarat.  અકોટા – દાંડિયા બજાર બ્રિજ પર બનાવવામાં આવેલા વોક વે પર ચાલવા માટે જતી યુવતિને આધેડ રોમીયો પરેશાન કરતો હતો. આજે આધેડ રોમીયો ને જોઇને યુવતિએ શી ટીમની મદદ લેવા માટે હેલ્પ લાઇન નંબર પર કોલ કર્યો હતો. જો કે, શી ટીમની હેલ્પ લાઇન પર કોઇએ ફોન નહિ ઉપાડતા આખરે યુવતિએ 181 અભયમનો સંપર્ક કર્યો હતો. ત્યાંથી યુવતીને માત્ર આશ્વાસન અને માર્ગદર્શન જ મળ્યું હતું.

પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંગે ચાર્જ સંભાળતા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, શહેરમાં વૃદ્ધો અને મહિલાઓની પોલીસ વિશેષ કાળજી રખાશે. ચાર્જ સંભાળ્યા બાદ રાજ્યના ગૃહમંત્રીના હસ્તે શી ટીમનું ફ્લેગહ ઓફ કરાવવામાં આવ્યું હતું. કોરોના કાળમાં શી ટીમે એકલવાયું જીવન જીવતા અથવાતો ભોજન સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની સગવડ કરવા માટે અશક્ત લોકોની સેવા કરી હતી. જેને લઇને શી ટીમની કામગીરીની ચોતરફથી સરાહના થઇ હતી. પરંતુ શહેરના અકોટા – દાંડિયા બજાર બ્રિજ પર વોક કરી રહેલી યુવતિને પરેશાન કરતા આધેડ રોમીયોને પાઠ ભણાવવા માટે શી ટીમના નંબર પર ફોન કર્યો હતો. જો કે, શી ટીમના નંબર પર ફોન ઉપાડ્યો ન હતો. આખરે યુવતિએ 181 અભયમનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે માત્ર આશ્વાસન અને માર્ગદર્શન આપ્યું હતું.

ભોગ બનનાર 26 વર્ષિય યુવતિએ WatchGujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું છેલ્લા કેટલાય સમયથી અકોટા – દાંડીયા બજાર બ્રિજ પર સાયકલ ચલાવવા અથવાતો ચાલવા માટે જાઉં છું. હું સાયકલ ચલાવતી હતી ત્યારે ક્યારેક એવું બન્યું કે મારી નજીકથી કોઇ ટુ વ્હીલર પર આધેડ પસાર થાય અને કોઇ કોમેન્ટ કરતા જાય. પરંતુ શરૂઆતમાં મેં આ વાતને બિલકુલ સીરીયસ લીધી ન હતી. જો કે, આ હેરાનગીને ઇગ્નોર કરવું મારી સમસ્યાનો અંત ન હતો.

યુવતિએ વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી હું સાયકલ ચલાવવાની જગ્યાએ અકોટા – દાંડીયા બજાર બ્રિજ પર બનાવામાં આવેલા વોક વે પર ચાલતી હતી. દરમિયાન મને અગાઉ પરેશાન કરતો આધેડ રોમીયોએ તેની રોમીયોગીરી ચાલુ જ રાખી હતી. હું ચાલતી હોઉં ત્યારે વ્હીકલ મારા નજીક લાવીને મારા પર ભદ્દી કમેન્ટ કરીને ત્યાંથી નાસી જતો હતો. છેલ્લા 2 દિવસ પહેલા તેણે કમેન્ટ કરવામાં હદ વટાવી દીધી હતી. સાંભળીને જ હું સ્તબ્ધ થઇ ગઇ હતી. ત્યારે જ મેં નિર્ણય કર્યો કે હવે આ રોમીયોને સહન કરી શકાય નહિ.

યુવતિએ જણાવ્યું કે, આજે સવારે હું અકોટા – દાંડિયા બજાર પરથી પસાર થઇ રહી હતી. ત્યારે આધેડ રોમીયો પર મારી નજર પડી. પરંતુ મેં તેને જોઇ લીધો હોવાનું તેના ધ્યાને આવતા જ તે દાંડીયા બજાર તરફ ગલીઓમાં તેનું વાહન દોડાવીને નાસી છુટ્યો હતો. આધેડ રોમીયોને સીધો કરવા માટે મેં શી ટીમના હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો હતો. પરંતુ તે નંબર પર કોઇએ ફોન ઉપાડ્યો ન હતો. ત્યાર બાદ મેં મદદ માટે 181 અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો. 181 નંબર પર ફોન કરતા તેઓએ મારી વાત સાંભળીને મને નજીકના પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદ નોંધાવી શકો છો તેવું માર્ગદર્શન આપ્યું હતું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

આમ, એક તરફ શી ટીમની કામગીરીની ચોતરફથી સરાહના થઇ રહી છે, ત્યારે શહેરમાં જાહેર બ્રિજ પર ચાલતી યુવતિને છેડતા આધેડ રોમીયોને પાઠ ભણાવવા માટે જ્યારે શી ટીમની હેલ્પ લાઇન પર સંપર્ક થઇ શક્યો ન હતો. શહેરમાં યુવતિઓને આ પ્રકારે હેરાનગતિ કરવા મામલે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઇએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud