• ભરૂચ કોવિડ સ્મશાન પણ હવે મૃતદેહોની સતત સળગતી ચિત્તાઓ અને સ્વજનોના કલ્પાંતથી વ્યથિત
  • સ્વજનને કાળમુખા કોરોનાથી ગુમાવતા ક્યાંય પુત્ર, ક્યાંક પત્ની, ક્યાંય પતિ, ક્યાંક પુત્રી કે પિતાના હૈયાફાટ રૂદન અને આક્રંદના દ્રશ્યોથી સંચાલકોની પણ ભીની થતી આંખો
  • બુધવાર બપોર સુધીમાં જ 17 મૃતદેહના અંતિમ સંસ્કાર
  • વધારાયેલી 9 સગડીઓ પણ ખૂટી જતા મૃતકો માટે જમીન પર ચિતા બનાવી આપવા પડતા દાહ સંસ્કાર

Watchgujarat. રાજ્યનું પ્રથમ ભરૂચનું કોવિડ સ્મશાન પણ હવે વધતા જતા કોરોનાના મોત સતત સળગતી ચિત્તાઓ અને પરિજનોના કલ્પાંતથી વ્યથિત થઈ ઉઠ્યું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, કાળમુખો કોરોના કોઈની દીકરી, દીકરો, પત્ની, પતિ, પિતા ભાઈ, બહેનને છીનવી રહ્યો હોય ચારેકોર લાચારી, બેબસીનો બિહામણો ચહેરો નજરે પડી રહ્યો છે. કોરોનાને કારણે મૃત્યુની સંખ્યા એ હદે વધી ગઇ છે કે, હવે ચિતા ભરાઇ જતા નદી કિનારે જમીન પર જ લાકડાની ચિતા બનાવીને અંતિમ સંસ્કાર કરવો પડે છે. કદાચ ભરૂચ શહેરમાં પ્રથમ વખત ચિતા ભરાઇ જવાને કારણે જમીન પર ચિતા બનાવી અંતિમ સંસ્કાર કરવો પડે તેવી સ્થિતી સર્જાઇ છે.

ટેસ્ટ, ઓક્સિજન, વેન્ટિલેટર, રેમડિસેવીર ઇન્જેક્શન અને ખૂટતા બેડ વચ્ચે મહામૂલી માનવ જિંદગીઓ ભરૂચ જિલ્લામાં બુઝાઈ રહી છે. પણ કોવિડ સ્મશાનમાં ચિતાઓની સતત સળગતી આગ બુઝાવવાનું નામ લેતી નથી. ભરૂચ જિલ્લામાં મંગળવારે જ અત્યાર સુધીમાં તંત્રના સત્તાવાર જાહેર કરાયેલા આંકડા મુજબ જ કોરોનાના સૌથી વધુ 57 પોઝિટિવ કેસ નોંધાયા હતા. મંગળવારે 24 કલાકમાં 26 મૃતકોના કોવિડ સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરાયા હતા.

બુધવારે બપોર સુધીમાં જ 17 મૃતદેહોની અંતિમવિધિ કોવિડ સ્મશાનમાં કરવામાં આવી છે. રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાનમાં સગડીઓ વધારી 9 કરાયા છતાં વધતા મોત સામે હવે જમીન પર ચિત્તા બનાવી અગ્નિદાહ આપવાની સ્મશાનના સંચાલકોને ફરજ પડી રહી છે.

બુધવારે કોવિડ સ્મશાનમાં મૃતકોને અંતિમ દાહ આપતી વખતે માતા અને પુત્રી સહિત અન્ય પરિજનો પણ પોતાના સ્વજનની વસમી વિદાય વેળા કલ્પાંત કરતા વિડીયોએ વાતાવરણને શોકની કાલીમાંથી બિહામણા સાથે બેબસ, મજબૂર અને લાચાર બનાવી દીધું હતું.

રાત દિવસ છેલ્લા 1 વર્ષથી કોવિડ સ્મશાનનું સંચાલન કરી રહેલા ધર્મેશ સોલંકી અને અન્ય લોકો પણ આ મંજર જોઈ હવે કોરોનામાં થતા મોત ખમ્મા કરે તેવી પ્રાર્થના વ્યથિત હૈયે અને ભીની આંખે કરી રહ્યા છે. કોરોનાનો નવો સ્ટ્રેન વધુ ઘાતક બની રહ્યો છે ત્યારે હવે તે 45 વર્ષથી નાના લોકોને પણ પોતાનો શિકાર બનાવી રહ્યો છે. હોસ્પિટલોમાં ઓક્સિજન અને વેન્ટીલેટરો પણ કોરોના સામે થાકી રહ્યા હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે.

 

પરિવાર અને સમાજ માટે આપણે જ બનવું પડશે કોરોના વોરિયર્સ

કોરોના કાળના બીજા વર્ષમાં વધુ ઘાતક બનેલા કોવિડ-19 ના સંક્રમણ ને રોકવા સાથે વધતા જતા મૃત્યુઓને રોકવા હવે દરેક વ્યક્તિએ જાતે જ કોરોના વોરિયર્સ બનવું પડશે. તમામે પોતાની ફરજ, જવાબદારી સમજી પોતે, પોતાના પરિવાર અને સમાજ માટે ફરજીયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, સેનેટાઇઝર, કરફ્યુ સહિત કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવું અને કરાવવું પડશે.

 

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud