• શહેરમાં ઘર ઘર સુધી પાઇપ્ડ ગેસ પહોંચાડવા માટે ઠેર ઠેર અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાંખવામાં આવી
  • જે વિસ્તારમાં ગેસની લાઇનમાં ભંગાણ સર્જાય ત્યાં ગેસનો પુરવઠો ખોરવાય છે
  • ગોત્રી સેવાસી રોડ પર કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તા વચ્ચે આગ લાગ્યાના દ્રશ્યો સર્જાયા

WatchGujarat. શુક્રવારે ગોત્રી સેવાસી રોડ પર ખોદકામ દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. અને રસ્તા વચ્ચે અગન જ્વાળાઓ જોવા મળી હતી. ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતી થાળે પાડી હતી.

તમામ શહેરીજનો સુધી પાઇપ્ડ ગેસ પહોંચાડવા માટે ઠેર ઠેર અંડરગ્રાઉન્ડ ગેસ લાઇન બિછાવવામાં આવી છે. કામગીરી દરમિયાન કેટલીક વખત ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતું હોય છે. અને ભંગાણને સર્જાવાને પગલે જે તે વિસ્તારમાં ગેસ પુરવઠો ખોરવાતો હોય છે. શુક્રવારે સાંજે ગોત્રી સેવાસી રોડ પર ઇસ્કોન હાઇટ્સની ગલીમાં ખોદકામની કામગીરી ચાલી રહી હતી. કામગીરી દરમિયાન અંડરગ્રાઉન્ડ ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ભંગાણ સર્જાતા જાહેર રસ્તા પર અગ્ન જ્વાળાઓ જોવા મળી હતી. રસ્તા પર અગન જ્વાળાઓ દેખાવવાને પગલે રાહદારીઓમાં ઉત્તેજના વ્યાપી હતી.

આગ લાગવાની ઘટનાને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ ગણતરીના સમયમાં ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના તજવીજ હાથ ધરી હતી. આગ પર ફોમનો મારો ચલાવ્યો હતો. અને આગ પર કાબુ મેળવ્યો હતો.

ફાયર ડિપાર્ટમેન્ટની ત્વરિત કામગીરીને પગલે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud