• ફાયર એનઓસી મામલે ઢીલાશ રાખતા કોમ્પલેક્ષ સંચાલકો સામે કડક કાર્યવાહી
  • વિજ કંપની અને પોલીસને સાથે રાખી ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી ચાલુ
  • વધુ ચાર શોપીંગ સેન્ટર ધરાવતા કોમ્પલેક્ષના વિજ કનેક્શન કપાયા

WatchGujarat. વડોદરા મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા સેફ્ટી ચેકીંગ ડ્રાઇવ સોમવારે પણ યથાવત રહી હતી. કામગીરી દરમિયાન ચાર કોમર્શિયલ કોમ્પલેક્ષનો પાવર સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો. આ કોમર્શિયલ કોમ્પ્લેક્ષસના વહિવટ કરતાઓ દ્વારા ફાયર સેફટીના નિયમોનું પાલન ન કરતાં કાર્યવાહી કરવામાં આવી હતી. ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને કરવામાં આવેલી કામગીરીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે.

મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડ દ્વારા ફાયર એન.ઓ.સીને લઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજે અલકાપુરીમાં આવેલ કોન્કર્ડ બિલ્ડીંગ, નેશનલ પ્લાઝા, સયાજીગંજમાં આવેલ સિલ્વર લાઇન કોમ્પ્લેક્ષ અને બ્લ્યુચીપ કોમ્પ્લેક્સના વહિવટ કરતાઓ દ્વારા ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ ન કરતાં વિજ કંપની અનો પોલીસની ટીમ સાથે રાખી વીજ પુરવઠો કાપી નાંખવામાં આવ્યો હતો.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગર  પાલિકા સંચાલિત અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા ધી ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ સેફટી મેઝસૅ -એકટ 2013ની જોગવાઈ મુજબ ફાયર સેફ્ટીના સાધનો  તથા  સિસ્ટમ  લગાવવા માટે  અગાઉ  નોટીસ આપવામાં આવી હતી. છત્તાં ફાયર એન.ઓ.સી. રીન્યુઅલ કરાવવામાં ન હતી. જેથી બહુમાળી બિલ્ડીંગોમા જાહેર જનતાની સલામતી અને જાહેર સુરક્ષા હેતુને લગતા નિયમોનું ઉલ્લંઘન કરતા ચાર કોમ્પ્લેકસના અલકાપુરી કોન્કર્ડ બિલ્ડીંગ, નેશનલ પ્લાઝા, સયાજીગંજ  સિલ્વર લાઇન કોમ્પલેક્ષ, બ્લુચીપ કોમ્પલેક્ષની બિલ્ડીંગનો ઇલેક્ટ્રિક પાવર સપ્લાય  બંધ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમા વિજ કંપનીના અધિકારીઓ અને વડોદરા ફાયર બ્રિગેડની ફાયરની ટીમ  દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud