રાજ્યમાં ફાયર સેફ્ટીને લઇને હાઇકોર્ટ કડકાઇ ભર્યુ વલણ દાખવતા ડિપાર્ટમેન્ટ એક્શનમાં આવ્યું
વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સતત ત્રીજા દિવસે સેફ્ટી ડ્રાઇવ ચાલુ રહી
વિજ કંપની અને પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મીએનો સાથે રાખીને કામગીરી કરવામાં આવી રહી છે
WatchGujarat. વડોદરા મહાનગર પાલિકા અંતર્ગત આવતા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ફાયર સેફ્ટીની ડ્રાઇવ સતત ત્રીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી છે. ત્રીજા દિવસે શહેરના પ્રોફિટ સેન્ટર સહિતના કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીના અભાવે વિજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યા છે. ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને લઇને કરવામાં આવતી કામગીરીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે.
રાજ્યમાં ફાયર સેફ્ટીને લઇને હાઇકોર્ટે કડક વલણ દાખવ્યું છે. જેને લઇને રાજ્યમાં ફાયર ડિપાર્ટમેન્ટ એક્શનમાં આવ્યું છે. ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા અનેક કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ દુરસ્ત કરવા માટે નોટીસ ફટકારી હતી. જો કે નોટીસમાં જણાવ્યા મુજબનો સમયગાળો પુર્ણ થયા બાદ પણ કોઇ કાર્યવાહી નહિ કરાતા હવે ડિપાર્ટમેન્ટ દ્વારા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા શરૂ કરવામાં આવેલી ડ્રાઇવમાં શહેરના અનેક કોમ્પલેક્ષમાં વિજ કનેક્શન કાપી નાંખામાં આવ્યા છે.
ત્રીજા દિવસે શરૂ કરવામાં આવેલી કામગીરીમાં શહેરના જાણીતા પ્રોફિટ સેન્ટર, મુક્તિધામ કોમ્પલેક્ષ અને હાર્દિક ચેમ્બરના વિજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યા છે. હાલ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી ચાલી રહી છે. આગળની કામગીરી દરમિયાન અને કોમર્શિયલ કોમ્પલેક્ષ સામે કાર્યવાહી થઇ શકે છે.
ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોની સેફ્ટીને ધ્યાને રાખીને કરવામાં આવતી કામગીરીને પગલે ચોતરફથી સરાહના કરવામાં આવી છે. ફાયર, પોલીસ અને વિજ કંપનીના કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે કામગીરી પાર પાડવામાં આવી રહી છે.