• આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા નીકળતા કામદાર વર્ગમાં નાસભાગ
  • તમામ કામદારો સુરક્ષિત રીતે બહાર દોડી આવતા કોઇ જાનહાની
  • કંપનીનું શંકાસ્પદ વર્તન, ગેટ આગળ લાગેલ બોર્ડ કાઢી લઇ ગયા

WatchGujarat. અંકલેશ્વર GIDCની લોરેન્સ ફાર્મા કંપનીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જોત જોત આગે વિકારણ સ્વરૂપ ધારણ કરી લીધું અને આગના ગોટેગોટા નીકળતા કામદાર વર્ગમાં નાસભાગ મચી જવા પામી હતી. તમામ કામદારો સુરક્ષિત રીતે બહાર આવી જતા કોઇ જાનહાની સર્જાય ન હતી. પ્લાસ્ટિક ના દાણામાં આગ કયા કારણસર લાગી તે તપાસનો વિષય બન્યો છે. કંપનીનું શંકાસ્પદ વર્તન જોવા મળ્યું હતું. ગેટ આગળ કંપની લાગેલ બોર્ડ કાઢી ને લઇ ગયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

અંકલેશ્વરની લોરેન્સ ફાર્મા કંપનીમાં મંગળવારે બપોરે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ નજરે પડી હતી. કંપનીમાં કામ કરી રહેલ કામદારો સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા.

ફાયર વિભાગને જાણ કરવામાં આવતા અંકલેશ્વર ડી.પી.એમ.સી.ના 2 ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. આગ કયાં કારણસર લાગી તે અંગે કંપની દ્વારા કોઈજ ફોડ પાડ્યો ના હતો.

આગ પ્લાસ્ટિકના દાણામાં લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે તેમજ આગ શોર્ટ સર્કિટ ના કારણે લાગી હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવી રહ્યું છે. બીજી તરફ ફાર્મા કંપની હોય ત્યાં પ્લાસ્ટિક દાણાનો જથ્થો હતો કે અન્ય કેમિકલ તેવો સવાલ ઉઠી રહ્યો છે. આગ લાગી ત્યારે કંપની ગેટ પર લાગેલ કંપનીનું બોર્ડ પણ કર્મચારી કાઢી ને લઇ જતા નજરે પડ્યા હતા જે તપાસનો વિષય બન્યો છે. લોરેન્સ ફાર્મા કંપની માં લાગેલી આગ અંગે ફેક્ટરી ઇન્સ્પેટર કચેરીએ વધુ તપાસ આરંભી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud