• હોસ્પિટલની આગળની મેઈન બિલ્ડીંગનું ફાયર NOC હતું
  • જ્યારે 16 લોકોને જીવતા જ આગમાં હોમી દેનાર કોવિડ સેન્ટરનું આગ સામે સુરક્ષિતનું સર્ટિફિકેટ જ લેવાયું ન હતું
  • રિજનલ ફાયર ઓફિસર દિપક મખીજાની એ ઘટના સ્થળે દોડી આવી આપેલી માહિતિ
  • ભરૂચ પાલિકા કે ચીફ ઓફિસર પાસે પણ હોસ્પિટલ સત્તાધીશો દ્વારા ફાયર NOC માટે કોઈ અરજી કરાઈ ન હતી

Watchgujarat. કોરોના સામે જીવ બચાવવા વેલફેર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા 14 દર્દીઓ અને 2 સ્ટાફ જીવતા જ આગમાં હોમાઈ જવાની ગોઝારી ઘટનામાં હોસ્પિટલ દ્વારા ઇમરજન્સીમાં ઉભા કરાયેલા ન્યુ કોવિડ સેન્ટરની Fire NOC જ નહીં હોવાનો ઘટસ્ફોટ થયો છે.

કોરોના સામે જિંદગીનો જંગ જીતવા દાખલ થયેલા 14 દર્દીઓ અને 2 સ્ટાફ નર્સ જીવતા જીવ જ કાયમ માટે મૃત્યુની આગમાં સમાઈ જવાની હચમચાવી દેનારી આ હોનારતમાં રિજનલ ફાયર ઓફિસર દિપક મખીજાની એ કહ્યું છે કે, હોસ્પિટલ પાસે ફાયર NOC ન હતી. ખાલી વેલફેરની આગળની મુખ્ય ઇમારતની ફાયર NOC હતી. નવી પાછળની કોવિડ સેન્ટરની ફાયર NOC ન હતી.

વળી, RFO મખીજાનીએ જણાવ્યું હતું કે , હોસ્પિટલના સત્તાધીશોએ ભરૂચ પાલિકા પાસે ફાયર NOC માટે અરજી પણ કરી ન હતી, જે વિગત ફાયર સેફટી વિભાગ અને ચીફ ઓફિસર પાસેથી મળી હતી. આટલું ઓછું હોય તેમ હોસ્પિટલે કોવિડ સેન્ટર માટે લીધેલો વીજ પુરવઠો પણ હંગામી હોવાની હકીકત દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાંથી બહાર આવી છે. હોસ્પિટલ માટે કામચલાઉ ટેમ્પરરી વીજ જોડાણ મેળવવામાં આવ્યું હતું.

મધરાતે ભરૂચ જિલ્લાની કોરોના કાળમાં હોસ્પિટલની સૌથી મોટી આગ હોનારત અને તેમાં હોમાઈ ગયેલા 16 જીવો પાછળ ફાયર સેફટી નો અભાવ તેમજ હંગામી વીજ જોડાણ પણ એટલા જ કારણભૂત છે.

2 ફાયર એક્સટીંગ્યુશર પણ વણ વપરાયેલા મળી આવ્યા

વેલફેર હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં લાગેલી આગમાં બિલ્ડીંગ બહાર થી 2 ફાયર એક્ષટીગ્યુશર વણ વપરાયેલા જમીન પર પડેલી હાલતમાં મળી આવ્યા હતા. જેમાં કોઈને તેને વાપરતા આવડતું ન હતું કે, અફરાતફરી અને ચારેકોર મોતની ચિચિયારીઓ વચ્ચે સમય ન મળતા કોઈ તેનો આગ ઓલવવા કે કાબુમાં લેવા ઉપયોગ કરી શક્યું ન હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud