• શહેરમાં આગ અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
  • સાવલી પાસે આવેલી શિવમ પેટ્રો કેમીકલ્સ કેમીકલ અને પાવડર બનાવવાનું કામ કરે છે
  • કંપનીમાં ગત રાત્રીએ ભીષણ આગ લાગી, રીએક્ટર ફાટવાથી મોટો ઘડાકો થયો
  • 6 થી વધુ ફાયર ફાયટરની ટીમોએ 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

WatchGujarat. શહેરમાં એક પછી એક ગંભીર આગની ઘટનાઓ સામે આવી રહી છે. બે દિવસ પહેલા મોડી રાત્રે વિજય વલ્લભ હોસ્પિટલમાં આગ લાગી હતી. ત્યાર બાદ ગત રાત્રીએ શહેર નજીક આવેલા સાવલી સ્થિત પેટ્રો કેમીકલ્સની કંપનીમાં ભીણષ આગ લાગી હતી. જેને લઇને મોડી રાત્રે ફાયરના બંબાઓના સાયરનોથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. મોડી રાત્રે આગ બાદ કંપનીના રીએક્ટર ફાટવાનો અવાજ 8 કીમી સુધી સંભળાતા લોકોમાં ફફડાય વ્યાપી ગયો હતો. ભીષણ આગમાં 5 જેટલા કર્મીઓ પણ દાઝ્યા હતા. તમામને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાસે લઇ જવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા જિલ્લામાં આવેલા સાવલી પાસે શિવમ પેટ્રો કેમીકલ્સ નામની કંપની આવેલી છે. જેમાં ગત રાત્રીએ ભીષણ આગ ફાટી નિકળી હતી. આગની ઘટનાની જાણ થતા જ ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કામગીરી ચાલુ કરી દીધી હતી. મોડી રાત્રે લાગેલી આગ પર વહેલી સવાર સુધી કાબુ કરી લેવાયો હતો. અંદાજીત 6 થી વધુ ફાયર ફાયટરની ટીમોએ 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગ અકસ્માતની દુર્ઘટનામાં 5 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા હતા. તમામને  સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા હતા. સાવલી સ્થિત શિવમ પેટ્રોકેમીકલ્સ કંપનીમાં લાગેલી આગને કારણે કરોડો રૂપિયાના નુકસાન થયું હોવાનું અનુમાન છે.  શિવમ ફેકટરીમા આગ લાગતા આશરે આઠ કિલોમીટર સુધી રીએકટર ફાટવાનો અવાજ સંભળાયો હતો. અને આકાશમાં કાળા ડીબાંગ વાદળો સર્જાયા હતા. જેને લઇને સ્થાનિકોમાં ફફડાય વ્યાપી ગયો હતો. પ્રાથમિક વિગતો પ્રમાણે, આગ અકસ્માતમાં દઝાયેલા કર્મીઓમાં પાંચ પૈકી બેની હાલત ગંભીર છે.

શિવમ પેટ્રો કેમિકલ્સ કંપની વિવિધ કેમિકલ તેમજ પાવડર બનાવે છે. આગ અકસ્માતને પગલે કંપનીમાં ફાયર સેફ્ટીનો પણ અભાવ હોવાનું સામે આવ્યું છે. હાલ કંપનીની આગ કાબૂમાં આવી છે. પરંતુ કંપનીમાં હજી પણ જલદ રસાયણ હોવાથી આગ પુનઃ ના પ્રસરે તે માટે ફાયર બ્રિગેડની ટિમો દ્વારા સતત કુલિંગ કરવામાં આવી રહ્યું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud