પંચમહાલ જિલ્લાના અંતરિયાળ ગામમાં મુંગા પશુઓ પર તાંત્રિક વિધી કરવાની બાતમી મળતા ટીમ એક્ટીવ થઇ
બાતમીના પગલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને અન્ય સંસ્થાઓ સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું
WatchGujarat. અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધીમાં મુંગા પશુઓ પર વિધી કરવામાં આવતી હોય છે. પંચમહાલ જિલ્લાના અંતરિયાળ ગામમાં આરક્ષિત કાચબા પર તાંત્રિક વિધી કરી પૈસાનો વરસાદ કરાવવા જતા ફોરેસ્ટના અધિકારીઓ અને GSPCAની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.
પંચમહાલના રાજગઢ માં તાંત્રિક વિધિનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું હોવાની બામતી ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાનાં રાજેશ ભાવસાર ને મળી હતી. બાતમીના આધારે ર GSPCA ટીમેં વોચ ગોઠવી હતી. આખરે આજ રોજ GSPCA ટીમ તેમજ વડોદરા વાઇલ્ડ લાઇફ સર્કલ નો સ્ટાફ અને રાજગઢ આર.એફ.ઓ. દ્વારા સાથે મળી સંયુક્ત ઓપરેશ હાથ ધરવામાં આવ્યું હતું.
ઓપરેશનમાં વનવિભાગે નકલી સાધુનો વ્યંગ રચ્યો હતો. દરમિયાન વાકુલી ગામ ના ગીચ જંગલમાં અનેક શખ્સો ભેગા મળીને તાંત્રિક વિધિ કરી રહ્યા હતા. મુખ્ય આરોપી માઊસિંગ બારીયા વન્યજીવ કારચાઓ પર વિધિ કરવા માટે જંગલમાં લઈ ગયેલ હતો. શિડયુલ-1 માં આવતા કાચબા ચાર નંગ કાચબા હતા સાથે વિધી શરૂ કરવામાં આવી હતી. કાચબા પર તાંત્રિક વિધિ કરી પૈસાનો વરસાદ કરવાનો હતો.
તાંત્રિક વિધિ માં અન્ય ચાર સાગરીતને પણ મુદા માલ સાથે વન વિભાગે રંગે હાથ ઝડપી પડ્યા હતા..તેમની પાસેથી વન્યજીવ કાચબા નંગ - 4, તેમજ મારક હથિયાર બે તલવાર ,એક ધારીયું, એક છરો વન વિભાગે જપ્ત કર્યુ હતું.જેમની સામે વન્યજીવ અધિનિયમ 1972 મુજબ ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી ના ચક્રો ગતિમામ કર્યા હતા.