• દંતેશ્વર વિસ્તારમાં સહકુટુંબમાં રહેતા એક જ પરિવારની ચાર દિકરીઓએ કંઇ કહ્યાં વિના ઘર છોડી દીધુ
  • પરિવારે શોધખોળ કરી પણ કોઇ પત્તો ન લાગતા આખરે મામલો મકરપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો
  • પોલીસે 3 ટીમો બનાવી છોકરીઓની શોધખોળ શરૂ કરી
  • એક ફોન કોલના આધારે પોલીસને મહત્વની કડી મળી અને કાલપુરા પોલીસને જાણ કરાઇ
  • જીયોના મોબાઇલ નંબરે પોલીસને ચાર છોકરીઓ સુધી પહોંચાડી

WatchGujarat. બાળપણમાં બાળકો સામે કેટલીક વાતો કરવી યોગ્ય હોતી નથી, તેનુ ઉત્તમ ઉદાહરણ આપતો આ કિસ્સો છે. સ્કૂલમાં ભણવાની ઉંમરે એક જ કુટુંબની ચાર દિકરીઓના મગજ પર પરિવારની વાતોની એવી અસર પડી કે તેમણે ઘર છોડી દેવાનુ મન બનાવી નિકળી ગઇ હતી. વડોદરાથી મુંબઇની ટ્રેન કે લક્ઝરી બસ ન મળતા સેન્ટ્રલ ડેપોથી બસમાં બેસી અમદાવાદ પહોંચ્યાં હતા. જો કે, વડોદરાની સર્તક પોલીસે આ ચારેય છોકરીઓ અમદાવાદથી મુંબઇ પહોંચી જાય તે પહેલા જ શોધી પરિવારને સોંપી દીધી હતી.

શહેરના દંતેશ્વર વિસ્તારમાં સહકટુંબમાં રહેતા એક જ પરિવારની ચાર દિકરીઓ ગત તા. 8 ફેબ્રુઆરીના રોજ બપોરેના સમયે કોઇને કહ્યાં વિના ઘરેથી નિકળી ગઇ હતી. ઘરમાં ચારેય દિકરીઓની ગેરહાજરી જાણતા પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી આખરે પરિવારે આ મામલે મકરપુરા પોલીસના અધિકારીઓને જાણ કરી હતી. મામલાની ગંભરીતા જોતા ડી.સી.પી ડો. કરણરાજસિંહ વાઘેલા, એ.સી.પી એસ.બી કુંપાવત ઇન્સપેકટર આર.એ પટેલ દ્વારા તાત્કાલીક 3 ટીમો બનાવી છોકરીઓની શોધખોળ શરૂ કરી હતી.

છોકરીઓને શોધવા માટે પોલીસે વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાની ચકાસણી શરૂ કરી હતી. જો કે, આ છોકરીઓ પોતાના મોબાઇલ ફોન ઘરે જ મુકીની નિકળી ગઇ હોવાથી તેમના સુધી પહોંચવુ પોલીસ માટે લોઢાના ચણા ચાવવા જેવી પરિસ્થિતિ હતી. તેવામાં ચાર પૈકી એક છોકરીના મોબાઇલમાં રેકોર્ડીંગ સાંભળી શંકાસ્પદ નંબર પર કોલ કરી યુવકની પુછપરછ કરી હતી. પોલીસ તેમને શોધી રહીં છે, તે વાત છોકરીઓ સુધી પહોંચી ગઇ હતી.

દરમિયાન ચાર પૈકીની એક છોકરીએ પોતાની પાસેના મોબાઇલ નંબરથી તેની માતાને કોલ કરી કહ્યું “મમ્મી અમે ફસાઇ ગયા છે, હવે પાછા અવાય નહીં”. આ નંબર અને ફોન કોલ પોલીસ માટે મહત્વનો સાબીત થયો હતો. જોકે આ નંબર પરિવારમાંથી કોઇની પાસે ન હતો. જેથી પોલીસે આ નંબરની તપાસ કરતા જીયો કંપનીનો હોવાની જાણ થઇ હતી. પોલીસે ટેકનિક્લ સર્વેલન્સના આધારે નંબરને ટ્રેસ કરતા કાલપુરા રેલવે સ્ટેશનનુ લોકેશન મળ્યું હતુ.

ચોક્કસ લોકેશન મળતા જ મકરપુરા પોલીસે કાલપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસે રેલવે સ્ટેશન પર છોકરીઓની શોધખોળ કરતા મુંબઇ જવા માટે ટિકિટ કઢાવે તે પહેલા જ પોલીસે તમામને શોધી કાઢી હતી. જ્યાં પોલીસે ચારેય છોકરીઓને શોધી પુછપરછ કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું કે, “ઘરમાં અમારા લગ્ન કરાવવાની વાત ચાલે છે, લગ્ન માટે પુછાવવામાં આવે છે, અમારે અત્યારે લગ્ન ન હતા કરવા એટલે મુંબઇ જઇ નોકરી કરવાનુ નક્કી કરી ઘર છોડી દીધુ હતુ”. દરમિયાન વડોદરા પોલીસ છોકરીઓના માતા-પિતાને લઇ કાલપુર રેલવે સ્ટેશન પહોંચી અને ચારેય છોકરીઓને સહી સલામત પરિવારને સોંપી હતી.

પરિવારને તેમની દિકરીઓ સહી સલામત મળી જતા તેમણે મકરપુરા પોલીસના ઇન્સપેકટર આર.એ પટેલ, હેડ કોન્સટેબલ જીગ્નેશભાઇ તથા તુલસીદાસભાઇ અને અમદાવાદ રેલવે પોલીસના સબ ઇન્સપેકટર આર. કે વાણીયા તથા સમગ્ર ટીમનો આભાર વ્યક્તિ કર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud