• બેંકના ઇમેલ પર બનાવટી ઓથોરીટી લેટર મોકલી પૈસા માંગવામાં આવ્યા
  • લેટરના આધારે પૈસા ટ્રાન્સફર કર્યા બાદ લેટરની પોલ ખુલ્લી થઇ
  • સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ

WatchGujarat. ઇન્ટરનેટના જમાનામાં ઠગાઇના પ્રકાર બદલાયા છે. હવે ગઠિયાઓ એક ખુણેથી બેસીને બીજા ખુણે બેઠેલા વ્યક્તિ સાથે ઓનલાઇન ઠગાઇ કરી શકે છે. તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. વડોદરામાં આવેલી એક બેંકમાં વળતર ચુકવવાનો બોગસ લેટર ઇમેલ કરીને ગઠિયાઓએ રૂ. 25 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, આજવા રોડ પર રહેતા શશીકાંત જયરામરાવ શિર્કે (ઉં-67) ડીલક્ષ ચાર રસ્તા પાસે આવેલી ઉમા કો – ઓપરેટીવ બેંકમાં છેલ્લા ચાર વર્ષથી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. બેંકમાં  આવેલા કરંટ એકાઉન્ટ ખાનગી બેંકમાં આવેલું છે. જેનો ઉપયોગ બેંક દ્વારા ફક્ત વિવિધ બેંકોમાં મ્યુચ્યુઅલ ફંડના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે થાય છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, બેંક તરફથી ઇમેલ મળ્યા બાદ ચકાસણી કર્યા બાદ નાણાં ટ્રાન્સફર કરવામાં આવે છે. થર્ડ પાર્ટી રેમીટન્સ માટે બેંકના એકાઉન્ટ પરથી ઇમેલ આવ્યો હતો. જેમાં ઓથોરીટી લેટર હતો અને રૂ. 25 લાખ ટ્રાન્સફર કરાવવા જણાવ્યું હતું. ત્યાર બાદ ઇમેલ અંગે ખરાઇ કરવા માટે સંબંધિત વ્યક્તિને ફોન કર્યો હતો. પરંતુ સંપર્ક થઇ શક્યો ન હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ત્યાર બાદ બેંક દ્વારા ઓથોરીટી લેટરમાં જણાવ્યા પ્રમાણે પુજા એન્ટરપ્રાઇઝના ખાનગી બેંકના એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતા. જો કે, તપાસ કરતા પૈસા લેવા માટે મોકલવામાં આવેલો ઓથોરીટી લેટર બોગસ હોવાનું સામે આવ્યું હતું. ઓથોરીટી લેટર અડધો ટાઇપ કરેલો અને અડધો હાથે લખેલો હતો. જેને લઇને ગઠીયાઓએ ચાલાકી પુર્વક બેંકને રૂ. 25 લાખનો ચુનો ચોપડ્યો હતો. ઉમા કો – ઓપરેટીવ બેંકના મેનેજર દ્વારા રૂ. 25 લાખની ઠગાઇ મામલે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud