• ગેસ લાઇનમાં ભંગાણને પગલે આગ લાગવાના બનાવોમાં વધારો નોંધાયો
  • શનિવારે ઘી કાંટા રોડ પર ગેસ લાઇનમાં ભંગાણને પગલે આગ લાગી
  • ફાયરના લાશ્કરો અને સ્થાનિકોએ તાત્કાલિક આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા

WatchGujarat. શહેરમાં શનિવારે બપોરે ઘી કાંટા રોડમાં જમીનમાં થી પસાર થતી ગેસલાઇનમાં લીકેજ થવાને કારણે અફરા તફરીનો માહોસ સર્જાયો હતો. સ્થાનિકોએ આગ બુઝાવવા માટે ફાયલ બ્રિગેડને જાણ કરી હતી. તેની સાથે જાતે પણ આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા હતા. ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ કાબુ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.

તમામ શહેરીજનોને પાઇપ મારફતે ઘરેલુ ગેસ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા ગેસ લાઇન નાંખવાની કામગીરીનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. પરંતુ તેની સાથે ગેસ લીકેજની લાઇનમાં ભંગાણને કારણે રસ્તા પર આગ લાગવાના દ્રશ્યો સર્જાયાની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે બપોરે શહેરના નાગરવાડા વિસ્તારમાં ગેસ લીકેજ થવાની ઘટના સામે આવી હતી. જેમાં ગેસ લીક થવાને કારણે ઘી કાંટા રોડ પર રસ્તા પર લોખંડવાલા બિલ્ડીંગ નજીક આગ લાગી હતી. જેને લઇને સ્થાનિકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક ફાયરના લાશ્કરોને જાણ કરી હતી. તેની સાથે સ્થાનિકોએ જાતે પણ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.

અચાનક રસ્તા પર આગ લાગવાને કારણે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી. સ્થાનિકના મતે વિસ્તારમાં સીસીટીવીની લાઇન નાંખવા માટેની કામગીરી ચાલી રહી છે. દરમિયાન શનિવારે અચાનક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. અને આગની ઘટના બની હતી. એક તબક્કે આગની જ્વાળાઓ 15 ફુટ જેટલી ઉંચી જોવા મળતા વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી. જો કે ફાયરના લાશ્કરોએ સ્થળ પર તાત્કાલિક આવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી દીધા હતા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud