• આર.બી. બ્રહ્મભટ્ટને વડોદરાનો ચાર્જ સોંપાયાના 149 દિવસમાં જ તેમની બદલી કરવામાં આવી
  • ડો. સમશેરસિંગ અગાઉ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરજ બજાવી ચુક્યા છે

#Vadodara - વર્ષ 2021ના પ્રથમ દિવસે ડિસીપ્લીન માટે જાણીતા ડો. સમશેરસિંગ શહેર પોલીસ કમિશ્નર તરીકે નિમાયા

WatchGujarat. વડોદરાના પોલીસ કમિશ્નર આર. બી. બ્રહ્મભટ્ટે ગત તા. 6 ઓગસ્ટ, 2020 ના રોજ વડોદરાના પોલીસ કમિશ્નર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. IPS અનુપમસિંગ ગહલૌતની રાજ્યના આઈબી ચીફ તરીકે બદલી થતા આર.બી. બ્રહ્મભટ્ટને વડોદરાનો ચાર્જ સોંપાયો હતો. તેના 149 દિવસમાં જ તેમની બદલી કરવામાં આવી છે. વડોદરાના નવા પોલીસ કમિશ્નર તરીકે સરકારના ટ્રબલ શુટર ગણાતા ડો.સમશેરસિંગને નિયુક્ત કરવામાં આવ્યા છે.

વડોદરાના નવા પોલીસ કમિશ્નર ડો. સમશેરસિંગ ADGP (ટેકનીકલ સર્વિસ અને SCRB ) પર ફરજ બજાવતા હતા. આર. બી. બ્રહ્મભટ્ટને વડોદરાથી બદલી કરી (ADGP) – ઇન્કવાયરીમાં મુકવામાં આવ્યા છે અને તેમના હ્યુમન રાઇટ્સનો એડીશનલ ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. વડોદરાના નવનિયુક્ત ડો. સમશેરસિંગ સ્પોર્ટ્સમાં ખુબ જ સક્રીય છે. તેઓ અગાઉ અનેક કેટેગરીમાં મેરાથોનમાં ભાગ લઇ ચુક્યા છે. અને વિનર પણ રહી ચુક્યા છે.

ડો. સમશેરસિંગ અગાઉ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરજ બજાવી ચુક્યા છે. તેમની મહત્વની કામગીરીને લઇને ખુબ જ પ્રશંશા કરવામાં આવી હતી. સુરતમાં થયેલા લઠ્ઠાકાંડ સમયે પરિસ્થિતી ખુબ જ વણસી હતી. અને સરકાર માટે તે માથાનો દુખાનો બન્યો હતો. પરિસ્થીતી પર કાબુ મેળવવા માટે ડો. સમશેરસિંગને સુરત રેન્જ આઇજીનો હવાલો સોંપાયો હતો. આ સમયે પણ તેમને લઠ્ઠાકાંડની વણસેલી પરિસ્થિતીને કાબુમાં લીધી હતી. અને જવાબદારો સામે કાર્યવાહી કરી હતી. આમ, સરકારના ટ્રબલ શુટર મનાતા ડો. સમશેરસિંહને હવે વડોદરા પોલીસ કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગુજરાતની આસપાસ લો એન્ડ ઓર્ડર મેઇન્ટેન કરવા માટે ડો. સમશેરસિંગ દ્વારા પાર પાડવામાં આવેલા ઓપરેશન્સ આજે પણ સ્થાનિક પોલીસના અધિકારીઓ યાદ કરતા હોય છે. શહેરના નવા પોલીસ કમિશ્નર ચાર્જ ક્યારે લેશે તે અંગે કોઇ માહિતી હાલ પ્રાપ્ત થઇ શકી નથી. 1 જાન્યુઆરીના રોજ એક સાથે ત્રણ આઇપીએસની બદલી કરવામાં આવી છે.

આરબી બ્રહ્મભટ્ટની પાંચ મહિનામાં બીજી વખત બદલી

ગુજરાત કેડરના 1995 બેન્ચના સીનિયર IPS અધિકારી વડોદરા શહેર પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટની પાંચ મહિનામાં બીજી વખત બદલી કરવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટની 30 સપ્ટેમ્બર 2019ના રોજ સુરત પોલીસ કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. આરબી બ્રહ્મભટ્ટ ગુજરાતના એકમાત્ર IPS અધિકારી છે જેઓ વડોદરા અને સુરત શહેરના પોલીસ કમિશનર તરીકે નિમણૂંક થઇ હતી. 31 જુલાઇ 2020ના રોજ આરબી બ્રહ્મભટ્ટની સુરતથી વડોદરા પોલીસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી. હવે પાંચ મહિના બાદ 1 જાન્યુઆરી 2020ના રોજ ગાંધીનગર પોલીસ ભવનમાં એડિશલ ડીજી ઇન્કવાયરી તરીકે બદલી કરવામાં આવી છે.

More #પોલીસ કમિશ્નર #Vadodara #New #CP #Dr shamsher sing #disciplined #ips #officer #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud